Home> World
Advertisement
Prev
Next

INX મીડિયા કેસ: કાર્તિ ચિદંબરમને મોટા ફટકો, ભારત-બ્રિટન-સ્પેનમાં 54 કરોડની સંપતિઓ જપ્ત

કેન્દ્રીય તપાસ એજન્સીએ મનિ લોન્ડરિંગ કાયદા (પીએમએલએ)ના અંતર્ગત ભારતમાં તમિલનાડુના કોડેકનાલ અને ઉટી તથા દિલ્હીના જોરબાગ સ્થિત ફેલ્ટને જપ્ત કરવા માટે અસ્થાઇ આદેશ જારી કર્યો હતો.

INX મીડિયા કેસ: કાર્તિ ચિદંબરમને મોટા ફટકો, ભારત-બ્રિટન-સ્પેનમાં 54 કરોડની સંપતિઓ જપ્ત

નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાલયે બુધવારે જણાવ્યું હતું કે આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમની ભારત, બ્રિટન અને સ્પેન સ્થિત 54 કરોડ રૂપિયાના કિંમતની સંપત્તિ જપ્ત કરી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ મનિ લોન્ડરિંગ કાયદા (પીએમએલએ)ના અંતર્ગત ભારતમાં તમિલનાડુના કોડેકનાલ અને ઉટી તથા દિલ્હીના જોરબાગ સ્થિત ફેલ્ટને જપ્ત કરવા માટે અસ્થાઇ આદેશ જારી કર્યો હતો.

એજન્સીએ કહ્યું કે તે આદેશના અંતર્ગત બ્રિટનના સમરસેટમાં એક કોટેજ અને એક મકાન તાથા સ્પેનના બાર્સિલોનામાં એખ ટેનિસ ક્લબને જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામ પર ચેન્નાઇની એક બેંકમાં રાખેલા 90 લાખ રૂપ્યાની સ્થિર જમા રમકને જપ્ત કરવામાં આવી છે.

એજન્સીનું કહેવું છે કે સંપત્તિઓ કાર્તિ અને તેમે કથિત રૂપથી જોડેલી કંપની એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામ પર છે. તેમણે કહ્યું કે જપ્ત કરેલી સંપત્તિઓની કુલ કિંમત 54 કરોડ રૂપિયા છે.

fallbacks

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે ગત 28 સપ્ટેમ્બરે આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદંબરમની ધરપકડથી રાહતને 25 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. ન્યાયમૂર્તિ મુક્તા ગુપ્તાએ કહ્યું કે ધરપકડની સુરક્ષાનો અંતિમ આદેશ 25 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. અદાલત ચિદંબરમની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં આ મામલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટથી (ઈડી) ધરપકડથી રાહતનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

અદાલતે 25 જુલાઇએ તમને કામચલાઉ સુરક્ષા આપી હતી, ત્યારબાદ તેને વધારી 28 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. સીબીઆઇ અને ઇડી આ વાતની તપાસ કરી રહ્યાં છે કે કેવીરીતે ચિંદબરમનો પુત્ર કાર્તિ ચિદંબરમને વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી (એફઆઇપીબી) મંજૂરી મેળવવાની ગોઠવણ કરી હતી.

કાર્તિને કથિત રૂપથી આઇએમએક્સ મીડિયાએ 2017 (તે સમયે પી. ચિદંબરમ દેશના નાણાં મંત્રી હતા) માં એફઆઇપીબીથી મંજૂરી આપવા માટે લાંચ આપવાના ગુનામાં 28 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બાદમાં કાર્તિને જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં ઇડીએ કાર્તિને ચારર્ડ એકાઉન્ટન્ટ એસ ભાસ્કરરમનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામીન પર છોડાવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More