Home> World
Advertisement
Prev
Next

Medieval Gold Treasure: અહીં મળ્યો 1000 વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, 2 વર્ષ બાદ થયો ખુલાસો

Gold treasure found in Netherlands: નેધરલેન્ડમાં મળેલા હજાર વર્ષ જૂના ખજાનામાં સોનાના આભૂષણો અને ચાંદીના સિક્કા પણ સામેલ છે. કિંમતી સોનાની શોધ કરનાર રુઈત્ઝરે (Lorenzo Ruijter)કહ્યું કે આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે તેમણે તેની કલ્પના પણ કરી ન હતી.

Medieval Gold Treasure: અહીં મળ્યો 1000 વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો, 2 વર્ષ બાદ થયો ખુલાસો
Updated: Mar 11, 2023, 05:51 PM IST

Treasure found in Hoogwoud: એક ડચ (Dutch)ઇતિહાસકારને નેધરલેન્ડ્સમાં (Netherlands)1000 વર્ષ જૂનો મધ્યયુગીન સોનાનો ખજાનો મળ્યો છે. દફનાવવામાં આવેલા ખજાનામાં ચાર સોનેરી કાનના પેન્ડન્ટ, સોનાના પાનની બે પટ્ટીઓ અને 39 ચાંદીના સિક્કા પણ સામેલ હતા. આ માહિતી ડચ નેશનલ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ દ્વારા આપવામાં આવી છે. મ્યુઝિયમના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર દેશમાં આ ઐતિહાસિક શોધ દરમિયાન મળેલા સોનાના ઘરેણા અત્યંત દુર્લભ છે. જો કે, આ ખજાનો શા માટે અને કોના દ્વારા દફનાવવામાં આવ્યો તે અંગે હાલ તો રહસ્ય જ રહેશે.

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો

આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

બે વર્ષ બાદ રહસ્યનો થયો ખુલાસો
રોઇટર્સમાં છપાયેલા અહેવાલ અનુસાર, 27 વર્ષીય લોરેન્ઝો રુઇજટર (Lorenzo Ruijter) 10 વર્ષની ઉંમરથી જ ખજાનાની શોધ કરતો હતો. વર્ષ 2021 માં તેણે મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને નેધરલેન્ડના નાના શહેર હૂગવુડમાં સોનાનો ખજાનો શોધી કાઢ્યો. મીડિયાને માહિતી આપતા રુઈઝરે કહ્યું કે આટલી કિંમતી વસ્તુ શોધવી મારા માટે ખૂબ જ ખાસ વાત હતી. હું ખરેખર તેના વિશે કહી શકતો નથી. મેં ક્યારેય આના જેવું કંઈપણ મળવાની અપેક્ષા નહોતી કરી.  મારા માટે આ વાતને બે વર્ષ સુધી છુપાવવી ખૂબ મુશ્કેલ હતું પણ હું ચૂપ રહ્યો કારણ કે નેશનલ મ્યુઝિયમની ટીમને આ પ્રાચીન વસ્તુઓની યોગ્ય જાળવણી એટલે કે ખજાનામાંથી મળેલી વસ્તુઓ જેમ કે તેમની સફાઈ, તપાસ અને ઈતિહાસ શોધવા માટે થોડો સમય જોઈતો હતો.}

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ

વર્ષ 1250 નો સૌથી જૂનો સિક્કો!
તપાસમાં જાણવા મળ્યું છે કે સૌથી નાનો સિક્કો લગભગ વર્ષ 1250નો હોઈ શકે છે. જે દર્શાવે છે કે આ જ સમયગાળામાં ખજાનો છુપાયેલો હશે. તે જ સમયે, મ્યુઝિયમની પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે નેધરલેન્ડ માટે ઉચ્ચ મધ્યમ યુગના સોનાના ઘરેણાં ખૂબ જ દુર્લભ છે. ઈતિહાસકારો કહે છે કે 13મી સદીના મધ્યમાં વેસ્ટ ફ્રાઈસલેન્ડ અને હોલેન્ડના ડચ પ્રદેશો વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં હૂગવુડ એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે સમયે કોઈ પ્રભાવશાળી વ્યક્તિએ તેની કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખવા માટે આ ખજાનો છુપાવ્યો હશે.

આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે