Home> World
Advertisement
Prev
Next

બ્રિટન: શાહી પરિવારમાં નવા મહેમાનનું આગમન, મેગન મર્કલે આપ્યો પુત્રને જન્મ

બ્રિટનના શાહી પરિવારમાં આજે એક નવા મહેમાનનું આગમન થયું છે.

બ્રિટન: શાહી પરિવારમાં નવા મહેમાનનું આગમન, મેગન મર્કલે આપ્યો પુત્રને જન્મ

લંડન: બ્રિટનના શાહી પરિવારમાં આજે એક નવા મહેમાનનું આગમન થયું છે. પ્રિન્સ હેરીની પત્ની ડચેઝ ઓફ સસેક્સ મેગન મર્કેલે પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. શાહી પરિવાર તરફથી એક નિવેદન બહાર પાડીને આ અહેવાલની ખરાઈ કરાઈ છે. 

બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ અમને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે 6 મે 2019ના રોજ સવાર ડ્યૂક અને ડચેઝ ઓફ સસેક્સના પહેલા બાળકોનો જન્મ થયો. માતા અને બાળક બંને સ્વસ્થ છે અને શાહી કપલ આ ખાસ અવસરે તેમના પડખે રહેવા બદલ અને ઉત્સુકતા જાહેર કરવા માટે દેશવાસીઓનો આભાર માને છે. 

મેગન 18 માર્ચના રોજ મેટરનીટી લીવ પર ગઈ હતી. ત્યારબાદ એવી અટકળો હતી કે શાહી બાળકનો જન્મ એપ્રિલના અંતમાં થશે. કિંગ્સ્ટન પેલેસે 8 નવેમ્બર 2016ના રોજ બંનેના સંબંધની વાત સ્વીકારી હતી. 19મી મે 2018ના રોજ પ્રિન્સ હેરી અને હોલિવૂડ અભિનેત્રી રહી ચૂકેલી મેગન મર્કેલના લગ્ન થયા હતાં. 

વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More