Home> World
Advertisement
Prev
Next

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 
VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

દુબઈઃ ગાંધી જયંતી નિમિત્તે દુબઈના બુર્જ ખલીફા પર વિશેષ લાઈટિંગ કરવામાં આવી હતી. બુર્જ ખલીફાએ ગાંધીજીની 150મી જન્મજયંતીની વિશેષ રીતે ઉજવણી કરી હતી. દુબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બુર્જ ખલીફા પર કરવામાં આવેલી વિશેષ લાઈટિંગનો વીડિયો જાહેર કરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ 2 ઓક્ટોબરના નિમિત્તે સમગ્ર વિશ્વમાં જાણીતા સ્મારકો પર ગાંધીજીની તસવીરને લાઈટિંગથી દર્શાવીને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રના ન્યૂયોર્કમાં આવેલા વડામથક, પેરિસનો એફિલ ટાવર, બુર્જ ખલિફા સહિતનાં અનેક સ્મારકો પર વિશેષ લાઈટિંગ કરીને ગાંધીજીને જીવંત કરાયા હતા. 

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More