Home> World
Advertisement
Prev
Next

George Floyd Murder: કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા

જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી  જરૂર પડ્યે મદદમાં લઈ શકાય.  આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. 

George Floyd Murder: કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા

વોશિંગ્ટન: જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી  જરૂર પડ્યે મદદમાં લઈ શકાય.  આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. 

આ 3 શબ્દોથી ભડકે બળ્યું અમેરિકા, 'વ્હાઈટ હાઉસ' નજીક પહોંચી વિરોધની જ્વાળા, 25 શહેરોમાં કર્ફ્યૂ

વ્હાઈટ હાઉસ પાસે સ્થિતિ વણસી, સિક્રેટ સર્વિસના શ્વાસ અધ્ધર થયા
વ્હાઈટ હાઉસ પાસે પ્રદર્શન કરી રહેલી ભીડે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી અને પોલીસ સાથે ધક્કામૂકી કરી. સ્થિતિ એ હદે વણસી ગઈ કે સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાં બનેલા સુરક્ષાત્મક બંકરમાં લઈ ગયા. જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વ્હાઈટ હાઉસની આજુબાજુથી ઉપદ્રવીઓને ખદેડી મૂક્યા હતાં. 

સિક્રેટ સર્વિસના એજન્ટ્સે પહેર્યા એન્ટી રાયોટ્સ પોશાક
રવિવારે વ્હાઈટ હાઉસની આજુબાજુ વણસેલી સ્થિતિના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકૃત નિવાસસ્થાન પાસે પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવા માટે સિક્રેટ સર્વિસ એજન્ટ્સને રોયટ ગિયર (રમખાણ વિરોધી) પોષાક પહેરવા પડ્યાં. અત્રે જણાવવાનું કે અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોતનો વીડિયો વાયરલ થતા જ અમેરિકાના અનેક શહેરોમાં શુક્રવારે હિંસક પ્રદર્શનો ચાલુ થઈ ગયા છે. તેમાંથી કેટલાક પ્રદર્શનોએ તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. 

ટ્રમ્પે ડાબેરીઓે ગણાવ્યાં હિંસા માટે જવાબદાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ અલગ શહેરોમાં થઈ રહેલી હિંસા માટે દેશના ડાબેરીઓને જવાબદાર ગણાવ્યાં છે. તોફાનીઓ નિર્દોષ લોકોને ડરાવી રહ્યા છે, નોકરીઓ નષ્ટ કરી રહ્યાં છે, બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યાં છે અને બિલ્ડિંગ્સ બાળી મૂકે છે. ટ્રમ્પે કહ્યું કે જ્યોર્જ ફ્લોયડની યાદને તોફાનીઓ, લૂટેરાઓ અને અરાજકતાવાદીઓએ બદનામ કર્યું છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું કે નેશનલ ગાર્ડને મિનિયાપોલિસમાં હાલાતને કાબુમાં લેવા માટે ઉતારી દેવાયા છે. જે ડેમોક્રેટિક પાર્ટીના મેયર ન કરી શક્યાં. તેમનો બે દિવસ પહેલા જ ઉપયોગ થવો જોઈતો હતો. હવે કોઈ વધુ નુકસાન થશે નહીં. 

ટ્રમ્પ બોલ્યા-આંદોલન થયું હાઈજેક
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે જ્યોર્જ માટે શરૂ થયેલુ આંદોલન હાઈજેક કરી લેવાયું છે. હવે તેમણે આવા લોકોને આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા  Antifaને આતંકવાદી સંગઠન જાહેર કરશે. ટ્રમ્પે હિંસા પાછળ ડાબેરી સંગઠનોને જવાબદાર ઠેરવ્યાં. જેમને સામાન્ય રીતે  Antifa કહેવાય છે. 

જુઓ LIVE TV

આ માટે જાણીતુ છે  Antifa
હકીકતમાં અમેરિકામાં ફાસીવાદના વિરોધી લોકોને  Antifa (એન્ટી ફાસિસ્ટ) કહે છે. અમેરિકામાં  Antifa આંદોલન ઉગ્રવાદી, ડાબેરીઓ, અને ફાસીવાદી વિરોધી આંદોલન માટે ઉપયોગમાં લેવાય છે. આ લોકો નવ-નાઝી, નવ-ફાસીવાદ, શ્વેત સુપિરિયારિટી અને રંગભેદની વિરોધમાં છે અને સરકારના વિરોધમાં ઊભા થાય છે. આ આંદોલન સાથે જોડાયેલા લોકો સામાન્ય રીતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરે છે. રેલીઓ કરે છે. જો કે વિરોધ દરમિયાન હિંસા કરતા પણ ચૂકતા નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More