Home> World
Advertisement
Prev
Next

Hydroxychloroquine દવાની ટ્રમ્પ પર શું અસર થઈ? વ્હાઈટ હાઉસે આપ્યો જવાબ 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ હાલમાં જ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂક્યો. આ દવાના ઉપયોગથી કોરોનાના દર્દીઓના મૃત્યુની સંભાવના વધવાના દાવાના પગલે સુરક્ષા કારણોસર તેના પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ શરૂઆતથી જ આ દવાને પ્રોત્સાહન આપનારા ડોનાલ્ડ ટ્રમ્પે તેનું સેવન શરૂ કરી દીધુ હતું અને દવા લેવાનું શરૂ કર્યાના બે સપ્તાહ બાદ વ્હાઈટ હાઉસે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. 

Hydroxychloroquine દવાની ટ્રમ્પ પર શું અસર થઈ? વ્હાઈટ હાઉસે આપ્યો જવાબ 

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ હાલમાં જ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂક્યો. આ દવાના ઉપયોગથી કોરોનાના દર્દીઓના મૃત્યુની સંભાવના વધવાના દાવાના પગલે સુરક્ષા કારણોસર તેના પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ શરૂઆતથી જ આ દવાને પ્રોત્સાહન આપનારા ડોનાલ્ડ ટ્રમ્પે તેનું સેવન શરૂ કરી દીધુ હતું અને દવા લેવાનું શરૂ કર્યાના બે સપ્તાહ બાદ વ્હાઈટ હાઉસે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. 

વ્હાઈટ હાઉસના એક અધિકારીનું કહેવું છે કે આ દવાનો બે અઠવાડિયા સુધી ડોઝ લીધા બાદ પ્રેસિડન્ટ ટ્રમ્પ 'ખુબ સારું' મહેસૂસ કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પનું કહેવું છે કે જો તેમને એવું લાગશે કે તેઓ ઘાતક વાયરસના સંપર્કમાં આવ્યાં છે તો તેઓ ફરીથી આ મેલેરિયા વિરોધી દવા લેશે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે જેને ટ્રમ્પે કોવિડ 19ની સારવાર માટે ગેમ ચેન્જર દવા ગણાવી હતી, તેને હજુ સુધી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મંજૂરી આપી નથી. 

ગુરુવારે જ્યારે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનીનીને એમ પૂછવામાં આવ્યું કે ટ્રમ્પ એન્ટી મેલેરિયલ દવા લીધા બાદ કેવું મહેસૂસ કરી રહ્યાં છે તો તેમણે કહ્યું કે, 'અહીં આવતા પહેલા હું તેમની પાસે હઈ હતી અને મે તેમને આ સવાલ પૂછ્યો હતો. તો તેમણે કહ્યું કે તેઓ બિલકુલ ઠીક છે અને આ દવા લીધા બાદ ખુબ સારું મહેસૂસ કરી રહ્યા છઓે. અને જો તમને હજુ પણ એમ લાગશે કે તેઓ ઘાતક વાયરસના સંપર્કમાં આવ્યા છે તો તેઓ ફરીથી મેલેરિયા વિરોધી દવા લેશે.'

તેમણે એમ પણ કહ્યું કે અનેક વિશેષજ્ઞોએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પ્રોફિલેક્સિસ ઉપયોગ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે એટલે સુધી કે મિશિગનના હેનરી ફોર્ડ હોસ્પિટલમાં 3000 સ્વાસ્થ્યકર્મીઓ તેને ટ્રાયલ તરીકે લઈ રહ્યાં છે અને ત્યાં તેના ઉપયોગના સારા સમાચાર આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સોમવારે WHOના ડાઈરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે સ્વાસ્થ્ય એજન્સીના કાર્યકારી સમૂહે સુરક્ષાની સમીક્ષા કરવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગને અસ્થાયી રીતે રોકવાનો નિર્ણય લીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય લેસેન્ટમાં પ્રકાશિત એક સ્ટડી બાદ લેવાયો છે. આ દવાનો ઉપયોગ કરનારા લોકોમાં મૃત્યુ અને હ્રદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધુ હોય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More