Home> World
Advertisement
Prev
Next

ભારતીય પરિવારોની વધશે મુશ્કેલી, H4 વિઝા અંગે ટ્રમ્પ પ્રશાસન 3 મહિનામાં લેશે નિર્ણય

ટ્રમ્પ પ્રશાસને એક ફેડરલ કોર્ટને જણાવ્યું છે કે એચ4 વિઝાધારકોના વર્ક પરમિટ પર રોક લગાવવા અંગેનો નિર્ણય ત્રણ મહિનાની અંદર લેવામાં આવશે.

ભારતીય પરિવારોની વધશે મુશ્કેલી, H4 વિઝા અંગે ટ્રમ્પ પ્રશાસન 3 મહિનામાં લેશે નિર્ણય

વોશિંગ્ટન: ટ્રમ્પ પ્રશાસને એક ફેડરલ કોર્ટને જણાવ્યું છે કે એચ4 વિઝાધારકોના વર્ક પરમિટ પર રોક લગાવવા અંગેનો નિર્ણય ત્રણ મહિનાની અંદર લેવામાં આવશે. એચ4 વિઝા એચ-1બી વિઝા ધારકોના પરિજનો (પત્ની-પતિ અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને અપાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન આ નિયમનો સૌથી વધુ લાભ ભારતીય અમેરિકનોને મળ્યો હતો. ટ્રમ્પ પ્રશાસનના નિયમનું અમલીકરણ થવાથી સૌથી વધુ અસર ભારતીય મહિલાઓ પર પડશે. 

આંતરિક સુરક્ષા મંત્રાલય (ડીએસએચ)એ પોતાના નવા સોગંદનામામાં કોલંબિયાના યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટને શુક્રવારે જણાવ્યું કે તેઓ રોજગાર મેળવવાની યોગ્યતા હોવાની શ્રેણીના સ્વરૂપમાં એચ-1બી નોન ઈમિગ્રન્ટ્સના એચ4 પરિજનોને હટાવવાના પ્રસ્તાવ પર નક્કર અને ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. ડીએચએસએ જણાવ્યું કે નવા નિયમ ત્રણ માસની અંદર વ્હાઈટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ ઓફ બજેટ (ઓએમબી)ને મોકલી દેવામાં આવશે. 

મંત્રાલયે કોર્ટેને ભલામણ કરી કે ત્યાં સુધી તેઓ 'સેવ જોબ્સ યુએસ' તરફથી દાખલ થયેલા વિવાદ પર પોતાનો આદેશ સ્થગિત કરે. 'સેવ જોબ્સ યુએસ' અમેરિકી કર્મચારીઓનું સંગઠન છે જેનો દાવો છે કે સરકારની આ પ્રકારની નીતિથી તેમની નોકરીઓ પર અસર થઈ છે. ઓબામા પ્રશાસન દરમિયાન આ નીતિ તૈયાર કરવામાં આવી હતી. 

ટ્રમ્પ પ્રશાસન હાલ એચ-1બી વિઝા પોલીસીની સમીક્ષા કરી રહ્યું છે. તેમનું માનવું છે કે કંપનીઓ અમેરિકી કર્મચારીઓના સ્થાને બીજાને નોકરીઓ આપવાની આ નીતિનો દુરઉપયોગ કરી રહી છે. ટ્રમ્પ પ્રશાસન સાર્વજનિક રીતે કહી ચૂક્યું છે અને કોર્ટમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ એચ4 વિઝાધારકોની વર્ક પરમિટને હટાવવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More