Home> World
Advertisement
Prev
Next

ભારતની કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગને મળશે મંજૂરી? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે જિનેવામાં આયોજીત એક પત્રકાર પરિષદમાં હૈરિસે કહ્યું- જો બધુ પોતાના સ્થાને બરાબર રહ્યું અને જો કમિટી સંતુષ્ટ થઈ ગઈ તો અમે આગામી 24 કલાકમાં આ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકીએ છીએ. 

ભારતની કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગને મળશે મંજૂરી? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

જિનેવાઃ ભારતમાં કોરોના વિરુદ્ધ જંગમાં ઉપયોગ થનારી કોવૈક્સીનને લઈને એક મોટા સમાચાર જલદી આવી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO) ની ટેકનીકલ કમિટી કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગને 24 કલાકની અંદર મંજૂરી આપી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હૈરિસે પત્રકારોને કહ્યું કે, ટેકનીકલ સલાહકાર ગ્રુપ હજુ કોરોના વાયરસ વિરુદ્ધ બનાવવામાં આવેલી કોવૈક્સીન સાથે જોડાયેલા મહત્વના ડેટાની સમીક્ષા કરી રહ્યું છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે જિનેવામાં આયોજીત એક પત્રકાર પરિષદમાં હૈરિસે કહ્યું- જો બધુ પોતાના સ્થાને બરાબર રહ્યું અને જો કમિટી સંતુષ્ટ થઈ ગઈ તો અમે આગામી 24 કલાકમાં આ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકીએ છીએ. મહત્વનું છે કે લાખો ભારતીયોએ કોવૈક્સીન લીધી છે પરંતુ તે યાત્રા કરી શકતા નથી કારણ કે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી હજુ મંજૂરી મળી નથી. 

કોવૈક્સીનને હૈદરાબાદ સ્થિત એક કંપની ભારત બાયોટેકે વિકસિત કરી છે. એપ્રિલ 2019માં કંપનીએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાને લઈને પ્રયાસ કર્યા હતા. પરંતુ તે સમયે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે આ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની લીલી ઝંડી આપવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે. 

આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્ર કર્મચારીના થશે ફાયદો, 1 જુલાઈથી મળશે 31 ટકા DA નો લાભ

મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી વગર કોવૈક્સીનને ગ્લોબલી રીતે વેલિડ વેક્સીન માનવામાં આવશે નહીં. પાછલા શુક્રવારે WHO ના એક સર્વોચ્ચ અધિકારીએ કહ્યું હતું કે એક વેક્સીનની તપાસમાં લાંબો સમય લાગી શકે છે પરંતુ તે નક્કી કરવું જરૂરી છે કે વિશ્વને આ સંબંધમાં યોગ્ય સલાહ આપવામાં આવે. 

WHO Health Emergencies Programme ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ડોક્ટર માઇક રેયાને કહ્યુ કે અમે ઈચ્છીએ છીએ કે ઈયૂએલ એટલે કે ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગમાં ડબ્લ્યૂએચઓ પાસેથી માન્યતા મળ્યા બાદ બધા દેશોને તે માટે વેક્સીન આપવામાં આવે. પરંતુ તે જરૂરી છે કે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા તેને મંજૂરી આપે ત્યારે વિશ્વ માટે હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More