Home> World
Advertisement
Prev
Next

China: કોરોનાએ મચાવ્યો હાહાકાર! નવો વેરિએન્ટ મળ્યો, બાળકોને માતા-પિતાથી રખાય છે અલગ

13000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. ત્યાંના સરકારી મીડિયાના જણાવ્યાં મુજબ આ કેસ ઓમિક્રોન વેરિએન્ટના એક નવા સબ વેરિએન્ટ સંલગ્ન છે. 

China: કોરોનાએ મચાવ્યો હાહાકાર! નવો વેરિએન્ટ મળ્યો, બાળકોને માતા-પિતાથી રખાય છે અલગ

નવી દિલ્હી: ભારતમાં એક બાજુ જ્યાં કોરોના વાયરસના કેસમાં રાહત છે ત્યાં પાડોશી ચીનમાં આ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં હાલ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટે તબાહી મચાવી છે. ચીનમાં 13000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. ચીનના સરકારી મીડિયાના જણાવ્યાં મુજબ આ કેસ ઓમિક્રોન વેરિએન્ટના એક નવા સબ વેરિએન્ટ સંલગ્ન છે. 

ગ્લોબલ ટાઈમ્સે સ્થાનિક અધિકારીઓ પાસેથી પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ નવા વેરિએન્ટના લક્ષણ શાંઘાઈથી 70 કિમી દૂર સ્થિત શહેરમાં મળ્યા છે. નવા વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટના BA.1.1 સબ ટાઈપથી વિક્સિત થયો હોય તેવું જણાય છે. આ નવો વેરિએન્ટ કોરોનાના અન્ય વેરિએન્ટ સાથે મેચ કરતો નથી કે ન તો તેને GISAID ને સબમિટ કરાયો છે. GISAID એ જગ્યા છે જ્યાં દુનિયાભરના વૈજ્ઞાનિક કોરોના પર જાણકારી શેર કરે છે  અને સ્થિતિ પર મોનિટરિંગ કરે છે. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત શુક્રવારે ઉત્તર ચીનના ડાલિયાન શહેરમાં આ નવા સબ વેરિએન્ટનો કેસ નોંધાયો. કોરોના વયારસનો આ વેરિએન્ટ કોઈ પણ અન્ય વેરિએન્ટ સાથે મેળ ખાતો નથી. ડાલિયાનના સ્થાનિક પ્રશાસને પણ તેની પુષ્ટિ કરી. ત્યારબાદ શનિવારે સમગ્ર ચીનમાં નોંધાયેલા લગભગ 12000 કેસ લક્ષણોવગરના ગણાવાયા. આવામાં ચીની સરકારે કોરોના રોકવા માટે બેવડા પ્રતિબંધો લાગૂ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે કોરોનાના કારણે બાળકોને માતા પિતાથી અલગ કરીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવી રહ્યા છે. 

Research: સેલ્ફી બહુ ગમતી હોય તો સાવધાન! ફ્રન્ટ કેમેરાથી દેખાવ બગડે છે, આ અંગ દેખાય છે મસમોટું

મોટા પાયે ટેસ્ટિંગના આદેશ
પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના વાઈસ પ્રીમયર સન ચુનલને દેશમાં વાયરસ હોટસ્પોટ બની ચૂકેલા શાંઘાઈમાં સંક્રમણના રોકથામના પ્રયત્નોની દેખરેખ અને નિયંત્રણ માટે શહેરની મુલાકાત લીધી અને અધિકારીઓને જેમ બને તેમ જલદી પ્રકોપ ઘટાડવાનો આદેશ આપ્યો. અધિકારીઓએ કહ્યું કે શાંઘાઈ સોમવારે મોટા પાયે પરીક્ષણનો એક નવો દોર શરૂ કરશે. 

Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના તમામ મંત્રીઓના રાજીનામા, PM ના પુત્રએ પણ મંત્રીપદ છોડ્યું

ભારતમાં કોરોનામાં રાહત
આ બધા વચ્ચે ભારતમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે કાબૂમાં જોવા મળી રહ્યો છે. દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 1.96 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોવિડ રસીના 184 કરોડ 66 લાખ 86 હજાર 260 ડોઝ અપાઈ ચૂક્યા છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More