Home> World
Advertisement
Prev
Next

કોરોના વાયરસ પર WHO એ આપી મુશ્કેલી વધારતી માહિતી, જાણો શું છે સત્ય

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ (Coronavirus)થી ટૂંક સમયમાં છૂટકારો મળવાનો નથી. WHO પ્રમુખ ટ્રેડોસ એડ્હોમ ઘેબ્રેયસ (Tedros Adhanom Ghebreyesus)એ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની મહામારી સદીઓમાં એકવાર થાય છે અને તેની અસરો આવતા દાયકાઓ સુધી અનુભવાશે.

કોરોના વાયરસ પર WHO એ આપી મુશ્કેલી વધારતી માહિતી, જાણો શું છે સત્ય

જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ (Coronavirus)થી ટૂંક સમયમાં છૂટકારો મળવાનો નથી. WHO પ્રમુખ ટ્રેડોસ એડ્હોમ ઘેબ્રેયસ (Tedros Adhanom Ghebreyesus)એ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની મહામારી સદીઓમાં એકવાર થાય છે અને તેની અસરો આવતા દાયકાઓ સુધી અનુભવાશે.

ઇમરજન્સી સમિતિની બેઠકમાં ડબ્લ્યુએચઓ પ્રમુખે કહ્યું, ઘણા દેશો જેઓ માને છે કે તેઓ કોરોનાને પાછડ છોડી દીધો છે તે હવે નવા કેસો સામે ઝઝૂમી રહ્યા છે. કેટલાક દેશો જે શરૂઆતમાં વાયરસથી ઓછા પ્રભાવિત હતા, હવે ત્યાં ચિંતાજનક સ્થિતિઓ છે. તેમણે વધુમાં કહ્યું કે, વેક્સીન ઉપર ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આપણે વાયરસની સાથે જીવવાનું શીખવું પડશે અને આપણી પાસે જે કંઈપણ છે તેનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો:- નેપાળે કરી ભારત-ચીન વચ્ચે સારા સંબંધોની વકીલાત, એશિયાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ

ઘેબ્રેયસે કહ્યું, ઘણા વૈજ્ઞાનિક પ્રશ્નોના ઉકેલ આવી ગયા છે અને તેના જવાબો આપવામાં આવી રહ્યા છે. સેરોલોજી અભ્યાસના પ્રારંભિક પરિણામો સતત ચિત્ર પ્રસ્તુત કરી રહ્યા છે. વિશ્વના મોટાભાગના લોકો આ વાયરસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આવી મહામારી સદીઓમાં એકવાર થાય છે અને આપણે આવનારા દાયકાઓ સુધી તેની અસરો અનુભવીશું. કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી (Global Health Emergency) અથવા પબ્લિક આરોગ્ય ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન્સ (PHEIC) જાહેર કર્યા પછી WHOની આ ચોથી બેઠક હતી.

આ પણ વાંચો:- ભારતના કઠોર વલણથી નરમ પડ્યો ડ્રેગન, ચીનના રાજદૂતે બંને દેશોને લઇને આપ્યું આ નિવેદન

ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાનથી બહાર આવેલા આ વાયરસનો સમગ્ર દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. આરોગ્ય સંકટ સાથે, મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાઓ પાટા પરથી ઉતરી ગઈ છે. યુરોપમાં જીડીપીમાં 12.1 ટકા અને યુનિયન બ્લોકમાં 11.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો. કોરોના દ્વારા અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આશરે 6,75,000 લોકોનાં મોત નીપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More