Home> World
Advertisement
Prev
Next

કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા ચીને ભર્યું મોટું પગલું

કોરોના વાયરસે  ( CoronaVirus) સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી રાખ્યો છે. આ વાયરસથી બચવા માટે ચીને એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના દેશમા બહારના લોકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના ફોરેશન નેશનલ લોકોના વીઝા અને રેસિડન્ટ પરમીટ કેન્સલ કરી દેવાયા છે. હાલ ચીન (China) માં એરપોર્ટ અને પોર્ટ બંનેના માધ્યમથી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે માત્ર ડિપ્લોમેટિક વીઝા જ જાહેર કરવામાં આવશે. 

કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા ચીને ભર્યું મોટું પગલું

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસે  ( CoronaVirus) સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી રાખ્યો છે. આ વાયરસથી બચવા માટે ચીને એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના દેશમા બહારના લોકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના ફોરેશન નેશનલ લોકોના વીઝા અને રેસિડન્ટ પરમીટ કેન્સલ કરી દેવાયા છે. હાલ ચીન (China) માં એરપોર્ટ અને પોર્ટ બંનેના માધ્યમથી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે માત્ર ડિપ્લોમેટિક વીઝા જ જાહેર કરવામાં આવશે. 

Live: ભારતમાં Coronavirusથી શિકાર 694 લોકો, અત્યાર સુધી 16ના મોત

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીને કોરોના વાયરસની વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રયાસોના વખાણ કર્યા હતા. ચીને કહ્યું હતું કે, કોરોના વાયરસની વિરુદ્ધ ભારત આ જંગ જીતી જશે. 

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી જયશંકરની સાથે ફોન પર વાત કરી હતી. વાંગ યીએ કહ્યું હતું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની જનતા કોવિડ19ની સાથેની લડતના નાજુક સમયમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય પક્ષે ચીની જનતાને મદદ કરી છે. અમે તેના આભારી છીએ. 

વાંગી યીએ કહ્યું હતું કે, આ સમય મહામારી વિશ્વના અનેકોમાં ફેલાઈ રહી છે. ભારતમાં પણ કેસ વધી રહ્યાં છે. ચીની પક્ષ ભારતના મહામારી વિરુદ્ધ પગલા અને તેનાથી મળેલ સ્પષ્ટ પરિણામોની પ્રશંસા કરે છે. વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા જરૂરથી આ યુદ્ધને જીતી જશે. મૈત્રીપૂર્ણ પાડોશી દેશ હોવાને કારણે ચીન ભારતની સાથે મહામારીના મુકાબલામાં અનુભવોને શેર કરવા અને ભારતને શક્ય દરેક મદદ કરવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More