Home> World
Advertisement
Prev
Next

Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ

Singapore Corona Cases: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ 19 કેસની સંખ્યા ફરી એકવારમાં બમણી થતી જાય છે તો સિંગાપુરની હેલ્થ કેર સિસ્ટમમાં 500 દર્દી હશે, જેને સિંગાપુર સંભાળી શકે છે.  
 

Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ

New Covid 19 wave: સિંગાપુર ફરી એકવાર કોરોનાની એક નવી લહેરનો સામનો કરી રહ્યું છે. અધિકારીઓએ 5 થી 11 મે સુધી 25,900 થી વધુ કેસ નોંધાયા છે. દર અઠવાડિયે કેસ લગભગ બમણા થઇ રહ્યા છે. સરકારે એક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી લોકોને ફરીથી માસ્ક પહેરવા માટે કહ્યું છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય (એમઓએચ) એ કહ્યું કે 5 થી 11 મેના અઠવાડિયામાં COVID-19 કેસની અંદાજિત સંખ્યા વધીને 25,900 થઈ ગઈ છે, જે ગયા સપ્તાહના 13,700 કેસ કરતાં 90% વધારે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરેરાશ દૈનિક કોવિડ -19 હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા એક સપ્તાહ અગાઉ 181 થી વધીને લગભગ 250 થઈ ગઈ છે.

Roti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજ
Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ

'સતત વધી રહી છે કોરોનાની લહેર'
સિંગાપુરના ધ સ્ટ્રેટસ ટાઇમ્સે સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગના હવાલેથી કહ્યું કે 'અમે લહેરના શરૂઆતી તબક્કામાં છીએ જ્યાં આ સતત વધી રહી છે. એટલા માટે હું કહીશ કે લહેર આગામી બે ચાર અઠવાડિયામાં એટલે કે જૂનના મધ્ય અને અંતમાં ચરમ પર હોવી જોઇએ. ''આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સઘન સંભાળમાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા ગયા અઠવાડિયા કરતાં ઓછી છે. એમઓએચએ કહ્યું, "MOH આ લહેરના પ્રક્ષેપ પર નજીકથી નજર રાખી રહ્યું છે."

Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસા
Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ

સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું કે હોસ્પિટલમાં બેડની ક્ષમતાની સુરક્ષા માટે સાર્વજનિક હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે તે પોતાના બિન જરૂરી વૈકલ્પિક સર્જરીના કેસને ઓછા કરે અને દર્દીઓના મોબાઇલ ઇનપેંશેરટ કેર હોમના માધ્યમથી સંક્રમણકાલીન દેખભાળ સુવિધાઓ પર ધ્યાન આપો. ઇનપેશન્ટ કેર હોમ દર્દીઓને હોસ્પિટલના વોર્ડને બદલે તેમના પોતાના ઘરમાં હોસ્પિટલમાં દાખલ થવાનો વિકલ્પ પૂરો પાડે છે.

Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?

વડીલો પર ધ્યાન આપવાની જરૂર 
લોકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે જો તેમના લક્ષણ હળવા છે અથવા તેમાં કોઇ નબળાઇ નથી તો તે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર ન લે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે વડીલ વ્યક્તિઓ, તબીબી રૂપથી નબળા વ્યક્તિઓ અને વૃદ્ધ દેખભાળ સુવિધાઓના નિવાસીઓને કોવિડ 19 નો વધુ એક ડોઝ લેવા માટે કહ્યું. 

Silver Price: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More