Home> World
Advertisement
Prev
Next

માસ્ક વિના ફરતા લોકો માટે ખતરાની ઘંટી! દુનિયાની એવી જગ્યા વિશે જાણો જ્યાં ગેસ માસ્ક વિના શક્ય નથી જીવન!

Gas Mask: આમ તો મિયાકેજીના ઇજુ આઇલેન્ડ વિસ્તાર નાના નાના સેંકડો ટાપુઓથી બનેલો છે પરંતુ બધે જ રહેવા લાયક વાતાવરણ નથી. માત્ર સાત આઇલેન્ડ પર જ માનવ વસાહત છે. જેમાં ઓશિમા માનવ વસવાટની દ્રષ્ટીએ સૌથી મોટો ટાપું છે. આ ટાપુની પાસે જાપાનનો એક સક્રિય જવાળામુખી માઉન્ટ ઓયામા આવેલો છે. આ જવાળામુખીમાંથી નિકળતા ઝેરી ગેસોએ લોકોનું જીવન જીવવું હરામ કરી દિધું છે. ખાસ કરીને સલ્ફર ડાયોકસાઇડે તો આતંક મચાવી દિધો છે.

માસ્ક વિના ફરતા લોકો માટે ખતરાની ઘંટી! દુનિયાની એવી જગ્યા વિશે જાણો જ્યાં ગેસ માસ્ક વિના શક્ય નથી જીવન!

નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં માસ્ક પહેરવાથી કેટલાક અંશે સંક્રમણથી બચી શકાય છે તેમ છતાં લોકો સ્વૈચ્છાએ માસ્ક પહેરતા નથી પરંતુ  દુનિયામાં  અનેક લોકોએ જીવન જીવવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વધતા જતા પ્રદુષણથી લાખો લોકો મોતને ભેટે છે. જાપાનના મિયાકેજીના ઇજુ ટાપુ પરની હવામાં એટલું બધુ પ્રદુષણ છે કે લોકો ગેસ માસ્ક પહેરીને બહાર નિકળે છે એટલું જ નહી ઘરમાં સુતી વખતે પણ માસ્ક પહેરી રાખે છે. અજાણ્યો માણસ અહીં આવી જાય તો માણસો નહી પરંતુ ભૂત ફરતા હોય તેવું લાગે છે

આમ તો મિયાકેજીના ઇજુ આઇલેન્ડ વિસ્તાર નાના નાના સેંકડો ટાપુઓથી બનેલો છે પરંતુ બધે જ રહેવા લાયક વાતાવરણ નથી. માત્ર સાત આઇલેન્ડ પર જ માનવ વસાહત છે. જેમાં ઓશિમા માનવ વસવાટની દ્રષ્ટીએ સૌથી મોટો ટાપું છે. આ ટાપુની પાસે જાપાનનો એક સક્રિય જવાળામુખી માઉન્ટ ઓયામા આવેલો છે. આ જવાળામુખીમાંથી નિકળતા ઝેરી ગેસોએ લોકોનું જીવન જીવવું હરામ કરી દિધું છે. ખાસ કરીને સલ્ફર ડાયોકસાઇડે તો આતંક મચાવી દિધો છે.

આ જવાળામુખી કયારે શાંત પડે અને કયારે વિસ્ફોટક સ્વરૃપ ધારણ કરે તે કહી શકાતું નથી. ૨૦૦૦ની સાલમાં જયારે જવાળામુખી ફાટયો ત્યારે આઇલેન્ડ પરની વસ્તીનું સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું. સલ્ફર ડાય ઓકસાઇડ ગેસનો આતંક ઓછો થયો ત્યારે આ ટાપું પર ફરી લોકોને લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રીજા ભાગના લોકોએ પાછા ફરવાનું પસંદ કર્યું હતું. આ આઇલેન્ડ પર રહેતા ૨૫૦૦ લોકો માસ્ક પહેરીને જીવે છે.

આ આઇલેન્ડને જોવા માટે સાહસિક ટુરિસ્ટો આવે છે. જેઓ પણ ગેસ માસ્ક પહેરીને જ ફરે છે. અહીં ગેસ માસ્ક વેચાણનો ધંધો સૌથી સારો ચાલે છે. આથી ટુરિઝમ વર્લ્ડમાં આ સ્થળ ગેસ માસ્ક ટુરિઝમ તરીકે પ્રખ્યાત બન્યું છે. અહીના ટાપુઓ પર ખંડર બનેલીે ઇમારતોમાં પ્રવાસીઓ ઘુમતા રહે છે. તેના માલિકો જવાળામુખીના પ્રક્રોપથી આજ સુધી પાછા ફર્યા નથી.

આ પણ ખાસ વાંચોઃ

પતિને છોડીને પરપુરુષ પર આવ્યું આ હસીનાઓનું દિલ, દુનિયાને ભૂલી ચલાવ્યું ચક્કર!

Munmun Dutta Marriage: 'જેઠાલાલ' જેના દિવાના છે, તે 'બબીતા' એ કેમ નથી કર્યા લગ્ન?

કોર્પોરેટર મકાન માલિકે કહ્યું મારી સાથે ઊંઘવું પડશે, હીરોઈને કહયું આવો ધંધા કરવા...!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More