Home> World
Advertisement
Prev
Next

શ્રીલંકાના કોલંબોમાં શંકાસ્પદ બાઈક વિસ્ફોટ, કોઈ જાનહાની નહીં

શ્રીલંકાના સંરક્ષણ મત્રી રુવાન વિજેવર્દનેને ક્વોટ કરતાં સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એક શંકાસ્પદ મોટરબાઈક પકડી પાડવામાં આવી હતી 
 

શ્રીલંકાના કોલંબોમાં શંકાસ્પદ બાઈક વિસ્ફોટ, કોઈ જાનહાની નહીં

કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આજે સવારે એક હળવો વિસ્ફોટ થયો હતો. રાજધાનીના 12 ગાલે રોડ પર સેવોય સિનેમા પાસે એક શંકાસ્પદ બાઈક પાર્ક કરવામાં આવ્યું હતું, જેમાં આ નિયંત્રિત વિસ્ફોટ થયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ ન હતી. 

આ ઘટનાના થોડા સમય બાદ સમાચાર એજન્સી ANIએ શ્રીલંકાના સંરક્ષણ મંત્રી રુવાન વિજેવર્દનેને ક્વોટ કરતાં લખ્યું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એક શંકાસ્પદ બાઈક પકડી પાડવામાં આવી હતી. ટાસ્ક ફોર્સે આ બાઈકની સીટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ખોલી શક્યા ન હતા. આથી, તેમણે એક નિયંત્રિત વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું હતું. સંરક્ષણ મંત્રીએ ખુલાસો કરતા કહ્યું કે, આ બોમ્બ ન હતો.

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક... 

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં રવિવારે ઈસ્ટર પ્રસંગે થયેલા શ્રેણીબદ્ધ 8 વિસ્ફોટ થયા હતા, જેમાં અત્યાર સુધી મૃતાંક 359 પહોંચ્યો છે. જેમાં 39 વિદેશી નાગરિકો હતો. વિદેશી મૃતકોમાં 17ની ઓળખ થઈ ચૂકી છે અને તેમના મૃતદેહ પરિજનોને સોંપી દેવાયા છે. આ વિસ્ફોટોની હજુ તપાસ ચાલુ છે. 

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More