Home> World
Advertisement
Prev
Next

Xi Jinping કોરોનાની ઝપેટમાં? મંચ પર એવું કઈંક થયું કે હાજર તમામ લોકો ભયંકર દહેશતમાં

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(China President Xi Jinping) ના સ્વાસ્થ્યને લઈને અટકળો થઈ રહી છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ શી જિનપિંગ બીમાર પડ્યા છે. આ જ કારણ છે કે શેન્જેનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી(Communist Party)ના  ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી. તેઓ વારંવાર બોલતા બોલતા અટકતા હતા. 

Xi Jinping કોરોનાની ઝપેટમાં? મંચ પર એવું કઈંક થયું કે હાજર તમામ લોકો ભયંકર દહેશતમાં

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(China President Xi Jinping) ના સ્વાસ્થ્યને લઈને અટકળો થઈ રહી છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ શી જિનપિંગ બીમાર પડ્યા છે. આ જ કારણ છે કે શેન્જેનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી(Communist Party)ના  ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી. તેઓ વારંવાર બોલતા બોલતા અટકતા હતા. 

ભારતે ચીનને તેની જ ભાષામાં આપ્યો જબરદસ્ત જવાબ

શી જિનપિંગને એટલી બધી ઉધરસ આવતી હતી કે મીડિયાના તમામ કેમેરા રાષ્ટ્રપતિથી દૂર થઈ ગયા, જો કે કેમેરા પર શી જિનપિંગના ઉધરસ ખાવનો ઓડિયો સતત રેકોર્ડ થતો રહ્યો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ઝડપથી એવા અહેવાલ ફેલાઈ રહ્યા છે કે શી જિનપિંગ ક્યાંક કોરોનાની ઝપેટમાં તો નથી આવ્યા ને?

કેરી લેમ દહેશતમાં
હોંગકોંગના એક અખબારે લખ્યું કે શેન્જેનમાં ઘટેલી ઘટના (શી જિનપિંગને ઉધરસ)થી ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમ (Carrie Lam Chief Executive of Hong Kong)એટલા દહેશતમાં આવી ગયા કે તેમણે શી જિનપિંગથી અંતર જાળવી લીધુ. જિનપિંગ વારંવાર ઉધરસ ખાતા હતા અને પાણી પીતા હતા. 

Corona Vaccine પર સારા સમાચાર! આ દેશે કોરોનાની બીજી રસીને આપી મંજૂરી

દુનિયાની અનેક મોટી મોટી હસ્તીઓ કોરોનાની ઝપેટમાં
વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે દુનિયાભરના અનેક નેતાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જ્હોનસન, ઝેર બોલસોનારો, બોલીવિયા, ગ્વાટેમાલા, હોન્ડુરાસના રાષ્ટ્રપતિ, અને આર્મેનિયાના પ્રધાનમંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. હવે એવી અટકળો છે કે આ સૂચિમાં શી જિનપિંગનું નામ પણ સામેલ થઈ શકે છે. 

જો કે તેની શક્યતા ઓછી છે કારણ કે ચીન પારદર્શકતા માટે જાણીતું નથી. જ્યારે વાયરસ પહેલીવાર ફેલાયો ત્યારે પણ શી જિનપિંગ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતાં. તેઓ એકવાર નહીં પરંતુ બે વાર જાહેરજીવનથી ગાયબ થઈ ચૂક્યા છે. ત્યારબાદ એ સાબિત કરવા કે ચીને કોરોનાને હરાવી દીધો છે, તેઓ માસ્ક વગર જોવા મળ્યા. તેમણે લોકડાઉનનો અંત લાવી દીધો અને પૂલપાર્ટીઓને મંજૂરી આપી દીધી. પરંતુ હવે તેમનો આ 'સ્ટંટ' બેકફાયર કરી શકે છે. 

જિનપિંગ જ્યારે ઉધરસ ખાતા હતા ત્યારે તેમામ નેતાઓ ઉપસ્થિત હતા, જો તેઓ સંક્રમિત થયા હશે તો બની શકે કે ત્યાં હાજર તમામ નેતાઓને પણ સંક્રમણે તેની ચપેટમાં લઈ લીધા હોય. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More