Home> World
Advertisement
Prev
Next

Good News: પ્રથમવાર બાળકોને લગાવાશે કોરોનાની રસી, કેનેડામાં ફાઇઝરની વેક્સિનને મંજૂરી

કેનેડાએ બુધવારે 12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડા આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. 

Good News: પ્રથમવાર બાળકોને લગાવાશે કોરોનાની રસી, કેનેડામાં ફાઇઝરની વેક્સિનને મંજૂરી

ટોરેન્ટોઃ કેનેડાએ બુધવારે 12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડા આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. મોટાભાગના દેશોમાં અત્યારે વ્યસ્કોને જ કોરોના રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની ન્યૂનતમ ઉંમર 16 વર્ષની છે. તેનાથી નાની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી નથી.

કેનેડાના ચીફ મેડિકલ એડવાઇઝર સુપ્રિય શર્માએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ, કેનેડામાં આ પ્રથમ વેક્સિન છે જે બાળકોને કોવિડ-19થી બચાવવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તે મહામારી વિરુદ્ધ કેનેડાની જંગમાં પાયાનો પથ્થર સાબિત થશે. દુનિયામાં સૌથી પહેલા અમે 12-15 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી છે. 

શર્માએ પણ તે કહ્યું કે, ઉત્પાદક તરફથી જમા કરાવવામાં આવેલ ટેસ્ટિંગ રિપોર્ટની સમીક્ષા બાદ જલદી બ્રિટન અને યૂરોપીય યુનિટનમાં પણ તેને મંજૂરી આપવામાં આવી શકે છે. જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં પણ આગામી સપ્તાહ સુધી 12-15 વર્ષ સુધી બાળકો માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે. 

આ પણ વાંચોઃ Corona Pandemic: ભારત-બ્રાઝિલના નેતા ફેલ રહ્યાં અથવા ન માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે ભોગવે છે પરિણામઃ રિપોર્ટ  

શર્માએ કહ્યુ કે, અમેરિકમાં 2000 થી વધુ કિશોરોને રસીના બે ડોઝ લગાવવામાં આવ્યા અને ટ્રાયલથી જાણવા મળ્યું કે, ડતે તેના પર પણ સુરક્ષિત અને એટલી અસરકારક છે, જેટલી વ્યસ્કો પર. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જે બાળકોને આ રસી લગાવવામાં આવી તેમાંથી કોઈપણ કોરોના સંક્રમિત મળ્યા નથી. વ્યસ્કોમાં આ રસી સંક્રમણથી બચાવમાં 90 ટકાથી વધુ અસરકારક જોવા મળી છે. 

બાળકો પર પણ રસીની સાઇડ ઇફેક્ટ્સ વ્યસ્કો વાળા હતા, જેને હાથમાં દુખાવો, શરદી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા. ફાઇઝરી રસીને કેનેડામાં ડિસેમ્બરમાં 16થઈ વધુ ઉંમર સુધીના લોકોને મંજૂરી આપી હતી. કેનેડામાં એસ્ટ્રાઝેનેકા, જોનસન એન્ડ જોનસન અને મોડેરના જેવા રસીને પણ મંજૂરી પ્રાપ્ત છે અને તે 6 મહિના સુધીના બાળકો માટે વેક્સિનની ટ્રાયલની તૈયારીમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More