Home> World
Advertisement
Prev
Next

Pakistan: ભડકે બળતા પાકિસ્તાનમાં લાગી શકે છે કટોકટી? રક્ષામંત્રીએ આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે જો દેશમાં સ્થિતિ આવી જ રહેશે તો ઈમરજન્સી જાહેર થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં ઈમરજન્સીની સ્થિતિની અફવાઓ અંગે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, જો સ્થિતિ આવી જ ચાલુ રહેશે તો ઈમરજન્સી એક બંધારણીય વિકલ્પ છે, દેશમાં માર્શલ લોની કોઈ શક્યતા નથી. 

Pakistan: ભડકે બળતા પાકિસ્તાનમાં લાગી શકે છે કટોકટી? રક્ષામંત્રીએ આપ્યું મોટું નિવેદન

Pakistan Political Crisis: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે જો દેશમાં સ્થિતિ આવી જ રહેશે તો ઈમરજન્સી જાહેર થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં ઈમરજન્સીની સ્થિતિની અફવાઓ અંગે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, જો સ્થિતિ આવી જ ચાલુ રહેશે તો ઈમરજન્સી એક બંધારણીય વિકલ્પ છે, દેશમાં માર્શલ લોની કોઈ શક્યતા નથી. 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવતા મંત્રીએ કહ્યું કે, આ દેશમાં બે માપદંડ કેમ છે? કોર્ટે સેનાના પ્રતિષ્ઠાનો પર સ્વયં: ધ્યાનમાં લેવું જોઈતું હતું પરંતુ એવું થયું નહીં. નવાઝ શરીફ, ઝરદારી, મરિયમ, હું અમારામાંતી કોઈને પણ કોઈ સુવિધા મળી નથી. અહીં સુપ્રીમ કોર્ટે તેમને (ઈમરાન ખાન) તમામ સુવિધાઓ અપાઈ છે. 

સુપ્રીમ કોર્ટનો છોડવાનો આદેશ
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને અયોગ્ય ગણાવીને તેમને છોડી મૂકવાના આદેશ આપ્યા. ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રીને એક કલાકની અંદર સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવે, ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યો. કોર્ટે ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનો પણ આદેશ આપ્યો. 

આ અગાઉ 9મી મેના રોજ ખાનની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ દેશ અને વિદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા. ખાનનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોએ ત ેમની ધરપકડને પડકારી હતી. 

ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ મામલે ધરપકડ  કરાઈ હતી. મામલો અલ કાદિર યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. ટ્રસ્ટને યુનિવર્સિટીનું સમર્થન કરવા માટે  બનાવવામાં આવ્યું હતું. ખાન, તેમના પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈ નેતાઓ પર ટ્રસ્ટ મામલે ખોટો કામ કરવાના આરોપ લાગતા રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More