Home> World
Advertisement
Prev
Next

370 પર નિર્ણયની ટીકા કરનાર બ્રિટિશ સાંસદને ભારતમાં નો-એન્ટ્રી


ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, બ્રિટિશ સાંસદને તે જાણકારી આપવામાં આવી કે તેમના વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે છતાં તેઓ દિલ્હી પહોંચી ગયા હતા.

370 પર નિર્ણયની ટીકા કરનાર બ્રિટિશ સાંસદને ભારતમાં નો-એન્ટ્રી

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દા પર બ્રિટિશ સાંસદની સર્વદળીય ટીમની અધ્યક્ષતા કરી રહેલી બ્રિટનની સાસંદે દાવો કર્યો કે, કાયદેસર પાસપોર્ટ હોવા છતાં પણ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને એન્ટ્રી આપવામાં ન આવી અને દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવી જ્યાંથી તેઓ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યા હતા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયની ટીકા કરનાર સાંસદ ડેબી અબ્રાહમ્સનો દાવો છે કે તેમના વીઝો ઓક્ટોબરમાં સમાપ્ત થવાના હતા. પરંતુ તેમને સોમવારે માહિતી મળી કે તેમના ઈ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. ડેબી ભારતમાં પોતાના સંબંધીઓને મળવા આવી રહી હતી. મહત્વનું છે કે ડેબી બ્રિટનના સાંસદોના તે સમૂહનો ભાગ હતી જેણે જમ્મૂ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવ્યા બાદ સત્તાવાર પત્ર લખ્યો હતો. 

જાણકારી સામે આવ્યા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં છે. તિરૂવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું, 'જો કાશ્મીરમાં બધુ યોગ્ય છે તો શું સરકારની ટીકા કરનાર લોકોને તેની નજરથી ત્યાંની સ્થિતિ ન જોવા દેવી જોઈએ જેથી તેના ડર પર વિરામ લાગે?'

બીજીતરફ ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, બ્રિટિશ સાંસદને તે જાણકારી આપવામાં આવી કે તેમના વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે છતાં તેઓ દિલ્હી પહોંચી ગયા હતા. તો પીટીઆઈએ ડેબી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું, 'મને 13 ફેબ્રુઆરી પહેલા કોઈ મેલ આવ્યો નહતો. ત્યારબાદથી તેઓ યાત્રા પર હતા અને ઓફિસથી બહાર હતા.' તેમણે દાવો કર્યો કે તેઓ દિલ્હીમાં ઇમિગ્રેશન ડેસ્કની પાસે પહોંચ્યા તો અધિકારીઓએ પોતાની સ્ક્રીન પર થોડા સમય જોયું અને પછી કહ્યું કે, તમારા વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અધિકારીઓએ પાસપોર્ટ લીધો અને 10 મિનિટ સુધી ગાયબ રહ્યો હતો. 

લેબર પાર્ટીના સાસંદ ડેબીએ આગળ કહ્યું, જ્યારે તેઓ પરત આવ્યા તો તેમણે ઉંચા અવાજે વાત કરી અને મને રાડ પાડીને કહ્યું કે, મારી સાથે આવો. મેં તેમને કહ્યું કે, મારી સાથે આમ વાત ન કરી શકો, ત્યારબાદ મને ડિપોર્ટી સેલની પાસે લઈ જવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More