Home> World
Advertisement
Prev
Next

આ મુસ્લિમ યુવકને 5000 યુવતીઓએ મોકલ્યો લગ્ન માટે પ્રસ્તાવ, પરંતુ હવે આવ્યો નવો વળાંક

બ્રિટનના રસ્તાઓ પર બિલબોર્ડ લગાવડાવીને જીવનસાથી શોધનારા મુસ્લિમ યુવકને એક કે બે નહીં પરંતુ 5 હજારથી વધુ યુવતીઓએ લગ્ન માટે સંપર્ક કર્યો. 

આ મુસ્લિમ યુવકને 5000 યુવતીઓએ મોકલ્યો લગ્ન માટે પ્રસ્તાવ, પરંતુ હવે આવ્યો નવો વળાંક

લંડન: બ્રિટનના રસ્તાઓ પર બિલબોર્ડ લગાવડાવીને જીવનસાથી શોધનારા મુસ્લિમ યુવકને એક કે બે નહીં પરંતુ 5 હજારથી વધુ યુવતીઓએ લગ્ન માટે સંપર્ક કર્યો. મોહમ્મદ મલિકનું કહેવું છે કે તે અરેન્જ મેરેજથી બચવા માંગે છે, આથી તે પોતાના લાઈફ પાર્ટનરની શોધ પોતે કરી રહ્યો છે. પોતાનીઆ અનોખી તલાશના પગલે મલિક સમગ્ર બ્રિટનમાં પ્રખ્યાત થઈ ગયો છે. જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. 

મુસ્લિમ ડેટિંગ એપે કર્યો ખુલાસો
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ મોહમ્મદ મલિકની લાઈફ પાર્ટનર શોધવાની વાતને પબ્લિક સ્ટંટ ગણાવવામાં આવ્યો છે. મુસ્લિમ ડેટિંગ એપ Muzmatch એ પણ આ વાત સ્વીકારી છે. મલિકે પણ હવે ટ્વિટર પર લખ્યું છે કે લોકો તેને Muzmatch પર સર્ચ કરી શકે છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ભાત ભાતની કમેન્ટ આવી રહી છે. અત્રે જણાવવાનું કે મુસ્લિમ યુવકે #FindMalikAWife હેશટેગ પણ સોશિયલ મીડિયા પર ખુબ પ્રચલિત કરાવ્યો હતો અને વેબસાઈટ  Findmailkawife.com પણ બનાવી નાખી હતી. 

Viral: Menstrual Blood પી જાય છે આ મહિલા, ચહેરા પર લગાવે છે અને પેન્ટિંગમાં પણ કરે છે ઉપયોગ

અનેક શહેરોમાં લાગ્યા હતા  Billboards 
મોહમ્મદ મલિક લંડનમાં રહે છે. તેણે બર્મિંઘમ, લંડન સહિત અનેક જગ્યાઓ પર અનોખા લગ્નના બોર્ડ મરાવ્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે મને અરેન્જ મેરેજથી બચાવો. ત્યારબાદ પાંચ હજારથી વધુ યુવતીઓએ લગ્ન માટે તેનો સંપર્ક કર્યો. હવે મુસ્લિમ ડેટિંગ એપના ખુલાસાથી આ યુવતીઓની આશાઓ તૂટી ગઈ છે. મલિકની વેબસાઈટનું નામ પણ હવે બદલીને ‘Find Malik a wife on MuzMatch’ રાખવામાં આવ્યું છે. જેનાથી ખબર પડે છે કે બધુ ફક્ત એક પબ્લિક સ્ટંટ હતો. 

Neocov: દ.આફ્રિકાના ચામાચિડિયાઓમાંથી મળેલો 'નિયોકોવ' વેરિએન્ટ મનુષ્યો માટે ઘાતક? WHO એ આપ્યો આ જવાબ

શું ખરેખર સિંગલ છે મલિક?
આ બાજુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લખ્યું કે મલિક પહેલેથી જ પરિણિત છે અને #FindMalikAWife કેમ્પેઈન ફર્જીવાડા જેવું લાગે છે. આ અંગે Muzmatch ના ફાઉન્ડર શહજાદ યુનિસે પણ ટ્વીટ કરી છે. તેણે લખ્યું છે કે 'સિક્રેટ્સ આઉટ'. બ્રિટનમાં કેટલાક નવા બિલબોર્ડ પણ  લગાવવામાં આવ્યા છે. જેમાં મલિકનું Muzmatch પ્રોફાઈલ દર્શાવવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાને Entrepreneur ગણાવ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર મોહમ્મદ મલિક સિંગલ છે? કારણ કે જે વીડિયો કેમ્પેઈનમાં તે જોવા મળી રહ્યો છે તેમાં તેની નજીક એક મહિલા બેઠેલી જોવા મળે છે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More