Home> World
Advertisement
Prev
Next

Video : કેમેરામાં કેદ થઈ બ્રિટનના પ્રિન્સ હેરીની સમોસા ચોરતી હરકત

પાર્ટીમાં પ્રિન્સ હેરીએ ટેબલ પરથી એક સમોસો ચોર્યો અને લોકોની વચ્ચે તેને લઈને નીકળી ગયા. પાર્ટીમાં તેમની સાથે મેગન મર્કેલ પણ હાજર હતી. પરંતુ આ વાતની જાણ કોઈને પણ ન થઈ

Video : કેમેરામાં કેદ થઈ બ્રિટનના પ્રિન્સ હેરીની સમોસા ચોરતી હરકત

બ્રિટનના રાજકુમાર હેરીના લગ્ન તાજેતરમાં જ હોલિવુડ એક્ટ્રેસ મેગન મર્કેલ સાથે થયા છે. રોયલ વેડિંગમાં દુનિયાભરની હસ્તીઓ સામેલ થઈ હતી. આખી દુનિયામાં તેમના લગ્નની ચર્ચા થઈ હતી. ત્યારે હવે પ્રિન્સ હેરીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો તેમનું હાસ્ય ઉડાવી રહ્યાં છે. બ્રિટનના રોયલ પરિવારનો પ્રિન્સ એક કાર્યક્રમમાં સમોસા ચોરતો દેખાયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

પાર્ટીમાં પ્રિન્સ હેરીએ ટેબલ પરથી એક સમોસો ચોર્યો અને લોકોની વચ્ચે તેને લઈને નીકળી ગયા. પાર્ટીમાં તેમની સાથે મેગન મર્કેલ પણ હાજર હતી. પરંતુ આ વાતની જાણ કોઈને પણ ન થઈ. પરંતુ તેમની આ હરકત વીડિયોમાં કેદ થઈ હતી. પત્ની મેગન મર્કેલના પુસ્તકની લોન્ચ પાર્ટી હતી. ચૂપચાપ સમોસું ચોર્યા બાદ તેમને માલૂમ પડ્યું, કે આખરે કેમેરાની નજર તેમના પર પડી ગઈ છે. જેના બાદ તેઓ કેમેરા સામે હસતા નજર આવ્યા હતા. તેમણે નેપકિનની અંદર સમોસુ છુપાવ્યું હતું. 

પ્રિન્સ હેરીનો આ વીડિયો માત્ર 13 સેકન્ડનો છે, પણ તે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. સમોસુ હાથમાં છુપાવ્યા બાદ તેઓ પત્ની સાથે ગાડીમાં બેસીને નીકળી જાય છે. 

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો એક કુક બૂકના લોન્ચિંગમાં છે, જ્યાં તેમની સાથે તેમની પત્ની પણ હાજર હતી. કેસિંગટન પેલેસમાં ખુદ મેગન મર્કેલે આ ઈવેન્ટને હોસ્ટ કરીહ તી. કુક બૂકમાં ગ્રેનફેલ ટાવર અગ્નિકાંડ 2017થી પીડિત સેંકડો મહિલાઓ દ્વારા લખાયેલી રેસિપી છે. જે મેગનન ચેરિટી ઈવેન્ટ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More