Home> World
Advertisement
Prev
Next

લગ્ન પહેલાં મુંડન કરાવે છે છોકરીઓ, વિચિત્ર છે અહીંનો રિવાજ

દુનિયાભરમાં લગ્નને એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. અલગ-અલગ ધર્મોના લોકો પોત-પોતાની માન્યતાઓ અને રિવાજો મુજબ તેને મનાવે છે. પરંતુ શું તમે ક્યારેય તે પરંપરા વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કરવા માટે છોકરીને પહેલાં પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે.

લગ્ન પહેલાં મુંડન કરાવે છે છોકરીઓ, વિચિત્ર છે અહીંનો રિવાજ

ઇથોપિયા: દુનિયાભરમાં લગ્નને એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. અલગ-અલગ ધર્મોના લોકો પોત-પોતાની માન્યતાઓ અને રિવાજો મુજબ તેને મનાવે છે. પરંતુ શું તમે ક્યારેય તે પરંપરા વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કરવા માટે છોકરીને પહેલાં પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે. જો નહી તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ તેના વિશે....

બોરાના જનજાતિ પાળે છે પરંપરા
આ વિચિત્ર પરંપરા બોરાજા જનજાતિ (Borana Tribe) માં પાળવામાં આવે છે. લગભગ 500 હજાર લોકો આ જનજાતિ સાઉથ આફ્રીકા (South Africa) ના ઇથોપિયા અને સોમાલિયાની વચોવચ રહે છે. આ જનજાતિમાં સ્ત્રીઓથી વધુ પુરૂષોનો દબદબો હોય છે. જ્યાં પુરૂષો ગામડાની જીવનશૈલી અને જાનવરોનું પુરતું ધ્યાન રાખે છે તો બીજી તરફ ઘર શણગારવા અને બધી પરંપરાઓ ભજવવાની જવાબદારી સ્ત્રીઓને આપવામાં આવે છે.

65 હજાર રૂપિયાવાળો OnePlus 9 Pro મળી રહ્યો છે ફક્ત 3,152 રૂપિયાના સરળ હપ્તે 

કન્યાનું મુંડન તો વરરાજાના લાંબા વાળ
આશ્વર્યની વાત એ છે કે બોરાના જનજાતિની છોકરીઓને લગ્ન પછી સારી રીતે વાળ બધારવાની તક આપવામાં આવે છે. અહીંની છોકરીઓને સારો પતિ મળે તે માટે લગ્ન થતાં પહેલાં જ તેના માથાના એક મોટો ભાગ મુંડન કરી રાખે છે. માનવામાં આવે છે કે તેનાથી સારો પતિ મળે છે. આ જનજાતિના લોકો ફોટો પડાવવાને સારું ગણતા નથી. લોકોનું કહેવું છે કે આમ કરવાથી શરીરમાં લોહીની ઉણપ થાય છે. તો બીજી તરફ ગામમાં સૌથી લકી છોકરો તેને ગણવામાં આવે છે જે પોતાના વાળ સૌથી લાંબા રાખે છે. આમ કરવાથી તે છોકરી જેવો તો દેખાય છે પરંતુ તેને ઇજ્જતની નજરથી જોવામાં આવે છે. 

Anupama અને બા વચ્ચે થઇ સુલેહ, શું વનરાજ અને કાવ્યા પછી ખાશે માત!

લોકોના વિચારોમાં પરિવર્તન આવતાં આવ્યો ફેરફાર
જોકે ડેલી મેલના રિપોર્ટ અનુસાર હવે આ લોકોના વિચારોમાં ફેરફાર થવા લાગ્યા છે. હવે આ લોકો અભ્યાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમના સમાજમાં થોડું ખુલ્લાપણું આવ્યું છે. છોકરીઓ ગામ છોડીને શહેરો તરફ કામ કરવા માટે સેટલ થઇ રહી છે. તે જૂની માન્યતાઓને નજર અંદાજ કરતાં નવા સમાજ અને નવી વિચારસણી તરફ અગ્રેસર છે. પરંતુ તેમછતાં પણ આ જનજાતિની માન્યતાઓ કોઇને પણ અવાક છોડવા માટે બિલકુલ કાબિલ છે. આ લોકો નોમૈડ હોય છે અને સમય-સમય ખેતી અને પોતાના જાનવરોને લઇને એક જગ્યા પરથી બીજી જગ્યા પર થોડા સમય માટે સેટલ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More