Home> World
Advertisement
Prev
Next

Kabul: હામિદ કરજઇ એરપોર્ટ પર બ્લાસ્ટ, મોટી સંખ્યા લોકો થયા ઘાયલ, જુઓ તસવીરો

કાબુલના હામિદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અમેરિકાએ બોમ્બ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 

Kabul: હામિદ કરજઇ એરપોર્ટ પર બ્લાસ્ટ, મોટી સંખ્યા લોકો થયા ઘાયલ, જુઓ તસવીરો

કાબુલ: કાબુલના હામિદ કરજઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અમેરિકાએ બોમ્બ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 

અફઘાન મીડિયાના અનુસાર આ બોમ્બ વિસ્ફોટ કાબુલ એરપોર્ટના Abbey Gate પાસે થયો ચે. અમેરિકાએ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે 'અમે કાબુલ એરપોર્ટ પાસે આ વિસ્ફોટની પુષ્ટી કરીએ છીએ. હાલ ઘટનામાં જાનહાનિ વિશે જાણકારી સ્પષ્ટ થઇ નથી. ડિટેલ મળતાં તેની સૂચના બધા સાથે શેર કરવામાં આવશે.'

 

અમેરિકન મીડિયાના અનુસાર આ સુસાઇડ બોમ્બર એટેક હતો. આ એટેક સાથે જ Abbey Gate પાસે ગોળીઓ પણ ચલાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કાબુલ એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં અફઘાન નાગરિક ગત એક અઠવાડિયાથી ત્યાં છે. પરંતુ વીઝા અને પાસપોર્ટ ન હોવાથી તેમને એરપોર્ટની અંદર એન્ટ્રી મળી શકતી નથી. તો બીજી તરફ તાલિબાને જાહેરાત કરી દીધી છે કે કોઇપણ અફઘાન નાગરિક દેશ છોડી શકશે નહી અને તેમને પોતાના ઘરે પરત ફરવું પડશે.  

કાબુલ એરપોર્ટની બહાર થયેલા આ બોમ્બ વિસ્ફોટના 24 કલકા પહેલાં જ અમેરિકાએ ત્યાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. અમેરિકાએ 25 ઓગસ્ટના રોજ એડવાઇઝરી જાહેર કરી અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના તમામ નાગરિકોને જલદી જ એરપોર્ટથી દૂર થવા માટે કહ્યું હતું. અમેરિકાએ ચેતાવણી હતી કે એરપોર્ટ બહાર સુરક્ષાનો ખતરો છે. એટલા માટે તમામ અમેરિકન નાગરિક તાત્કાલિક Abbey Gate થી દોર થઇ જાય. 

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનના સશસ્ર બળ મંત્રી જેમ્સ હેપ્પીએ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાને લઇને સનસનીખેજ દાવો કર્યો હતો. મિનિસ્ટર જેમ્સ હેપ્પીએ કાબુલમાં હાજર વિદેશી નાગરિકોને ચેતવતાં કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર થોડા કલાકોમાં હુમલો થઇ શકે છે. બીજી તરફ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાને આશંકાને જોતાં ત્રણ દેશોએ પોતાની નાગરિકો તાત્કાલિક એરપોર્ટથી દૂર જવાની ચેતાવણી જાહેર કરી હતી. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ કાબુલ એરપોર્ટની આસપાસ હાજર પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More