Home> World
Advertisement
Prev
Next

દુનિયાનું એવુ ગામ કે જ્યાં માત્ર છોકરીઓ જ જન્મે છે! વૈજ્ઞાનિકો પણ શોધે છે કારણ

દુનિયામાં જાત-જાતની અજાયબી હોય છે. વિવિધ દેશોના વિવિધ રાજ્યોમાં આવેલાં અલગ અલગ શહેરમાં જુદી-જુદી પ્રકૃતિના લોકો વસે છે. ત્યારે જુદી-જુદી જાત-ભાતના લોકો વચ્ચે પણ અલગ અલગ રીત-રિવાજો જોવા મળે છે. જોકે, અમે વાત કરી રહ્યાં છીએ એક એવા ગામની જ્યાં આ બધા કરતા પણ કંઈક અજુકતુ જ થઈ રહ્યું છે. જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

દુનિયાનું એવુ ગામ કે જ્યાં માત્ર છોકરીઓ જ જન્મે છે! વૈજ્ઞાનિકો પણ શોધે છે કારણ

Mysterious Village In World: દુનિયામાં આજે પણ એવા રહસ્યો છે, જે વણઉકેલાયા છે. જોકે, વૈજ્ઞાનિકોએ કેટલાક રહસ્યો પરથી પડદો હટાવી લીધો છે. તેમ છતા કેટલીક રહસ્યમય વસ્તુઓનો જવાબ વૈજ્ઞનિકો નથી શોધી શક્યા.
દુનિયામાં એક એવુ ગામ છે, જ્યાં છેલ્લા 12 વર્ષથી માત્ર બાળકી જ જન્મે છે. અર્થ એમ કે, અહીં કોઈ છોકરાનો જન્મ જ નથી થયો. આ જાણીને નવાઈ લાગશે, પરંતુ વાત બિલકુલ સાચી છે. ગામના આ રહસ્યને જાણીને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. આમ થવા પાછળનું કારણ હજુ નથી જાણી શકાયું.
એક મીડિયા રિપોર્ટ મુજબ આ રહસ્યમયી ગામ પોલેન્ડમાં આવેલુ છે. જેનુ નામ મિજેસ્કે ઓદ્રજેનસ્કી છે. આ ગામમાં છેલ્લા 12 વર્ષથી કોઈ છોકરાનો જન્મ નથી થયો. અહીં માત્ર બાળકીઓનો જન્મ થયો છે. અહીંના મેયરે વર્ષ 2019માં એક એલાન કર્યુ હતુ. જે ખૂબ જ ચોંકાવનારુ હતુ. મેયરે ઘોષણા કરી હતી કે, જો ગામમાં કોઈને ત્યાં પણ પુત્રનો જન્મ થશે, તો તે પરિવારને ઈનામ આપશે.
દુનિયાના આ અનોખા ગામની વસ્તી 300 છે. એકવાર ફાયરબ્રિગેડના યૂથ વોલિન્ટિયર્સ માટે પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ગામમાં આખી ટીમ છોકરીઓની હતી. જ્યારબાદથી આ ગામ ચર્ચામાં આવ્યું.
વૈજ્ઞાનિકોને જ્યારે આ ગામની જાણકારી મળી, ત્યારે તેમણે રહસ્ય જાણવા માટે રિસર્ચ કર્યુ. પરંતુ ઘણા સંશોધન બાદ પણ રિઝલ્ટ શૂન્ય મળ્યું. વૈજ્ઞાનિકો ન શોધી શક્યા કે, આખરે ગામમાં કેમ કોઈને ત્યાં દીકરાનો જન્મ નથી થતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More