Home> World
Advertisement
Prev
Next

Bill Gates Dating: 67 વર્ષની ઉંમરમાં બિલ ગેટ્સને થયો પ્રેમ? જાણો કોણ છે તેમની ગર્લફ્રેન્ડ પાઉલા હર્ડ!

Bill Gates and Paula Hurd: બિલ ગેટ્સને એકવાર ફરી પ્રેમ મળી ગયો છે. રિપોર્ટ પ્રમાણે Microsoft ના ફાઉન્ડર અને અબજોપતિ બિલ ગેટ્સ પૂર્વ Oracle CEO માર્ક હર્ડની વિધવા પાઉલા હર્ડને ડેટ કરી રહ્યાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેની જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે બિલ ગેટ્સ 67 વર્ષના છે અને હર્ડ 60 વર્ષની છે. 

Bill Gates Dating: 67 વર્ષની ઉંમરમાં બિલ ગેટ્સને થયો પ્રેમ? જાણો કોણ છે તેમની ગર્લફ્રેન્ડ પાઉલા હર્ડ!

નવી દિલ્હીઃ Bill Gates: વ્યક્તિને જીવનમાં ગમે ત્યારે પ્રેમ થઈ શકે છે. આવા ઘણા ઉદાહરણ પહેલા પણ જોવા મળ્યાં છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવી ગયું છે. દુનિયાના ધની લોકોમાં સામેલ બિલ ગેટ્સને 67 વર્ષની ઉંમરે પ્રેમ થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે બિલ ગેટ્સ એક મહિલાને ડેટ કરી રહ્યાં છે, જેની ઉંમર 60 વર્ષ છે. તો આ મહિલા પાસે પણ ખુબ દોલત છે. 

બિલ ગેટ્સને ફરી પ્રેમ મળી ગયો છે. રિપોર્ટ પ્રમાણે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર અને અબજોપતિ બિલ ગેટ્સ પૂર્વ Oracle CEO માર્ક હર્ડની વિધવા પાઉલા હર્ડને ડેટ કરી રહ્યાં છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે બિલ ગેટ્સ 67 વર્ષના છે અને હર્ડ 60 વર્ષની છે. બંને પાછલા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક સાથે જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો- પાકિસ્તાનમાં અહીં ગુજરાતી ભોજન માટે લાગે છે લાઈનો, અનેક સેલિબ્રિટીએ માણ્યો છે સ્વાદ!

બિલ ગેટ્સ
બિલ ગેટ્સ અને પાઉલા હર્ડ બંને ટેનિસને ખુબ પસંદ કરે છે. બંને માર્ચ 2022માં ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ડબ્લ્યૂટીએ સેમીફાઇનલ મેચમાં પણ એક સાથે જોવા મળ્યા હતા. તેની તસવીર ખુબ વાયરલ થઈ હતી. કથિત રીતે આ કપલ છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહ્યું છે, પરંતુ પોતાના સંબંધને લોકોની નજરથી દૂર રાખવામાં સફળ રહ્યું છે. પરંતુ હર્ડ પાછલા મહિને ગેટ્સની સાથે સિડની ગઈ હતી, જ્યાં માઇક્રોસોફ્ટના સંસ્થાપકે પ્રધાનમંત્રી એંથની અલ્બનીઝ સાથે મુલાકાત કરી હતી. 

મેલિન્ડાને આપી ચુક્યા છે છુટાછેડા
નોંધનીય છે કે બિલ ગેટ્સ અને તેના પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેંચ ગેટ્સ બંને છુટાછેડા લઈ ચુક્યા છે. તેના છુટાછેડાને અંતિમ રૂપ આપવાના બે વર્ષ બાદ બંનેના સંબંધોના સમાચાર આવ્યા છે. બિલ ગેટ્સ અને મેલિન્ડાએ લગ્નના 27 વર્ષ બાદ મે 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંનેના છુટાછેડાને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ તુર્કી-સીરિયામાં મોતનો આંકડો 15000ને પાર, 'ભૂકંપ ટેક્સ' પર લોકોનો હવે ગુસ્સો ફૂટ્યો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More