Home> World
Advertisement
Prev
Next

Research: વૈજ્ઞાનિકોની ચેતવણી! ભારત પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જો 3 ડિગ્રી પણ તાપમાન વધ્યું તો વિનાશ વેરાશે

જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સમગ્ર દુનિયાના હવામાનમાં ખતરનાક ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે એક નવા રિસર્ચમાં ભારતને લઈને ડરામણો ખુલાસો થયો છે.

Research: વૈજ્ઞાનિકોની ચેતવણી! ભારત પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, જો 3 ડિગ્રી પણ તાપમાન વધ્યું તો વિનાશ વેરાશે
Updated: Mar 01, 2024, 11:46 AM IST

જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સમગ્ર દુનિયાના હવામાનમાં ખતરનાક ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે એક નવા રિસર્ચમાં ભારતને લઈને ડરામણો ખુલાસો થયો છે. રિસર્ચ મુજબ જો દેશના સરેરાશ તાપમાનમાં દોઢથી 3 ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો થયો તો ભયાનક સ્થિતિ જોવા મળશે. ભૂખમરાની સ્થિતિ સર્જાશે. ખેતરોના હાલહવાલ થશે, સૂકાઈ જશે. ક્લાઈમેટ ચેન્જ જર્નલમાં આ નવા રિસર્ચના આંકડા પ્રકાશિત થયા છે. 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 80 ટકા ભારતીયોએ હીટ સ્ટ્રેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેને રોકવા માટે પેરિસ એગ્રીમેન્ટ હેઠળ તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસ રોકવું પડશે. ભારત,ચીન, ગ્રીસ, બ્રાઝિલ, ઈથિયોપિયા અને ઘાનાને કેન્દ્રમાં રાખીને બ્રિટનની ઈસ્ટ આંગલિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ રિસર્ચ અહેવાલ તૈયાર કર્યો છે જે ક્લાઈમેટ ચેન્જ જનરલમાં પ્રકાશિત થયો છે. વધતા તાપમાનના કારણે આ દેશોમાં બાયોડાઈવર્સિટી ઘટી શકે છે. જેની સીધી અસર આખી ઈકોસિસ્ટમ પર પડશે. 

માર્ચના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો, LPG સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાયો, જાણો રેટ

21 ટકા જમીન બિનઉપજાઉ બની જશે!
ભારત અંગે જે ચેતવણી આપવામાં આવી છે તે ચિંતાજનક છે. જો હવે સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રી જેટલો પણ વધારો થયો તો દેશનો અડધો અડધ પાણીનો જથ્થો સૂકાઈ જશે. 21 ટકા જેટલી ખેતીની જમીન બિનઉપજાઉ બની જશે. વધારામાં જો ભારતના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે તો વિનાશ સર્જાવવાની શક્યતા છે. સૌથી વધુ અસર હિમાલયન રેન્જને થઈ શકે છે. 90 ટકા હિમાલય સૂકાઈ જશે. નદીઓ સૂકાઈ જશે, ખેતરો વેરાણ બની જશે. જંગલો બળીને ખાખ થવાની પણ શક્યતા છે. આ બધામાં કમૌસમી વરસાદની શક્યતા પણ વધી જશે. 

આ ટબુકડા શેરમાં જોવા મળી રહી છે જબરદસ્ત તેજી, ધડાધડ 1100% જેટલો ચડી ગયો, જાણો કારણ

વારંવાર ભારે પૂરની સ્થિતિ
રિસર્ટ રિપોર્ટ મુજબ વારંવાર ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અત્યારે જે સરેરાશ 30 વર્ષે દુકાળ જેવી સ્થિતિ ઊભી થાય છે તે વર્ષોવર્ષ આવવા લાગશે. આરિસર્ચનું નેતૃત્વ કરનારા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. રેશેલ વોરેને જણાવ્યું કે 3 ડિગ્રી તો દૂરની વાત છે જો  દોઢ ડિગ્રી તાપમાનમાં પણ વધારો થશે તો ભારતમાં તેની ઘણી મોટી અસર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે