Home> World
Advertisement
Prev
Next

27 નવેમ્બરે 'બરોડા મૂન'ની હરાજી, ગાયકવાડ પરિવાર સાથે હતું કનેક્શન

ભારત અને હોલિવૂડની શાન રહેલા બરોડાના ચંદ્ર તરીકે જે પ્રખ્યાત છે તે 24 કેરેટનો હીરો હોંગકોંગમાં 27 નવેમ્બરના રોજ હરાજીમાં મૂકાશે. પીળા રંગનો અને નાસપતિના આકારનો આ હીરો 15મી સદી દરમિયાન વડોદરામાં રાજ કરતા ગાયકવાડ પરિવાર પાસે હતો. ગાયકવાડ ભારતના સૌથી જૂના અને સંપન્ન શાહી પરિવારોમાંથી એક છે. 

27 નવેમ્બરે 'બરોડા મૂન'ની હરાજી, ગાયકવાડ પરિવાર સાથે હતું કનેક્શન

હોંગકોંગ: ભારત અને હોલિવૂડની શાન રહેલા બરોડાના ચંદ્ર તરીકે જે પ્રખ્યાત છે તે 24 કેરેટનો હીરો હોંગકોંગમાં 27 નવેમ્બરના રોજ હરાજીમાં મૂકાશે. પીળા રંગનો અને નાસપતિના આકારનો આ હીરો 15મી સદી દરમિયાન વડોદરામાં રાજ કરતા ગાયકવાડ પરિવાર પાસે હતો. ગાયકવાડ ભારતના સૌથી જૂના અને સંપન્ન શાહી પરિવારોમાંથી એક છે. 

કેટલીક સદીઓ સુધી ગાયબ રહ્યાં બાદ 1926માં આ હીરો ફરી સામે આવ્યો ત્યારે પ્રિન્સ રામચંદ્ર તેને અમેરિકા લઈ ગયા હતાં. 1943માં લોસ એન્જલસમાં થયેલા ઈસ્ટર ફેશન ફેસ્ટિવલમાં આ અનોખા હીરાનું એક્ઝિબિશન પણ લગાવવામાં આવ્યું હતું. 

fallbacks

1950 સુધીમાં આ હીરો માયર આભૂષણ કંપનીના માલિક માયર રોઝેનબાઉમ પાસે હતો. આ દરમિયાન બરોડાના ચંદ્રને  ખુબ પ્રસિદ્ધિ પણ મળી. હોલિવૂડની મશહૂર અભિનેત્રી અને ગાયિકા મર્લિન મનરોએ આ હીરો પહેરીને પોતાનું પ્રસિદ્ધ ગીત ડાયમન્ડ આર એ ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ પણ ગાયુ હતું. 

ઓસ્ટ્રેલિયાની સામાજ્ઞી મારિયા થેરેસાએ પણ આ હીરો પહેર્યો હતો. તેની હરાજીનું આયોજન ક્રિસ્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More