Home> World
Advertisement
Prev
Next

Hannah Carroll: 21મી સદીની 'બાબા વેંગા'એ પ્રિયંકા માટે કરી હતી ભવિષ્યવાણી, જાણો સાચી પડી કે નહી?

Hannah Carroll 2022 Predictions:  હૈના કેરોલે વર્ષ 2022 માટે 28 ભવિષ્યવાણીઓ કરી છે. જેમાં ઘણી હકીકતમં બદલાઇ ગઇ છે. તેમાં સૌથી મોટી ભવિષ્યવાણી બ્રિટનની મહારાની એલિઝાબેથ દ્રિતીયના નિધનને લઇને હતી. 2022 ની શરૂઆતમાં જ હૈનાએ ક્વીન એલિઝાબેથ દ્રિતિયના નિધનની ભવિષ્યવાણી કરી હતી.

Hannah Carroll: 21મી સદીની 'બાબા વેંગા'એ પ્રિયંકા માટે કરી હતી ભવિષ્યવાણી, જાણો સાચી પડી કે નહી?

Hannah Carroll 2022 Predictions:  બ્રિટીશ મહારાણીના મોત વિશે સટીક ભવિષ્યવાણી કરી ચર્ચામાં છવાયેલી હૈના કૈરોલ હાલમાં ખૂબ લોકપ્રિયતા મેળવી રહી છે. 19 વર્ષની હૈના કેરોલને નવા જમાનાની બાબા વેંગા પણ કહેવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ નામ કમાઇ ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને લઇને પણ એક ભવિષ્યવાણી કરી હતી. આ તમને જણાવીએ કે હૈનાએ પ્રિયંકા ચોપડા વિશે શું ભવિષ્યવાણી કરી હતી. 

21મી સદીની 'બાબા વેંગા'
હૈના કેરોલે વર્ષ 2022 માટે 28 ભવિષ્યવાણીઓ કરી છે. જેમાં ઘણી હકીકતમં બદલાઇ ગઇ છે. તેમાં સૌથી મોટી ભવિષ્યવાણી બ્રિટનની મહારાની એલિઝાબેથ દ્રિતીયના નિધનને લઇને હતી. 2022 ની શરૂઆતમાં જ હૈનાએ ક્વીન એલિઝાબેથ દ્રિતિયના નિધનની ભવિષ્યવાણી કરી હતી. ત્યારબાદ તેમણે 21મી સદીની બાબા વેંગા પણ કહેવામાં આવે છે. 

પ્રિયંકા ચોપડાને લઇને ભવિષ્યવાણી
અમેરિકાના મૈસાચુસેટ્સની રહેવાસી 19 વર્ષની હૈના કેરોલે 2022 ની શરૂઆતમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ આ વર્ષે માતા પિતા બનશે, અને આ થયું પણ. પ્રિયંકા ચોપડા અને તેમના પોપ સ્ટાર પતિ જોનસ સરોગેસી દ્રારા પોતાના પ્રથમ બાળકના માતા પિતા બન્યા. તેમણે પોતાની પુત્રીનું નામ માલતી રાખ્યું છે. પ્રિયંકા અને નિક પોતાની પુત્રી માલતી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. 
fallbacks

હૈનાની ભવિષ્યવાણીઓ પણ પડી સાચી
હવે લોકો હૈનાની અન્ય ભવિષ્યવાણીઓને લઇને ઉત્સાહિત છે કે તે સાચી પડશે કે નહી. તમને જણાવી દઇએ કે હૈના પોતાના આ કામથી દર મહિને લગભગ દોઢ લાખ રૂપિયાની કમાણી કરી લે છે. હૈનાએ પોતાને કહ્યું કે ભવિષ્યવાણીને તે પોતાના બિઝનેસ તરીકે જુએ છે. લોકો તેમને પોતાના ફોટા મોકલે છે અને હૈના ફોટા જોઇને લોકોના કેરિયર, લગ્ન અને અન્ય વાતો વિશે ભવિષ્યવાણી કરે છે. આ પહેલાં હૈનાની મહારાણી એલિઝાબેથ દ્રિતીયના નિધન, પોપ સિંગર રિહાનાની પ્રેગનેંસી, પ્રિયંકા ચોપડા અને નિક જોનસના માતા-પિતા બનવા અને કિમ કર્દાશિયનના બ્રેકઅપ જેવી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More