Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં હેટ ક્રાઇમ: ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર ભડકાઉ નારા, ભગવાનની મુર્તિઓ તોડી

ન્યૂમૈક્સિકો શહેરના સેન્ટા ફે સિટીમાં ભારતીયોની વિરુદ્ધ હેટ ક્રાઇમનો નવો કેસ સામે આવ્યો છે. મંગળવારે અહીં કેટલાક લોકોએ ઇન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં ઘુસી આવ્યા અને તોડફોડ કરી હતી. ભગવાનની મુર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ દિવાલ પર નફરત ફેલાવતા વાક્યો અને નારાઓ લગાવ્યા હતા.

અમેરિકામાં હેટ ક્રાઇમ: ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર ભડકાઉ નારા, ભગવાનની મુર્તિઓ તોડી

વોશિંગ્ટન : ન્યૂમૈક્સિકો શહેરના સેન્ટા ફે સિટીમાં ભારતીયોની વિરુદ્ધ હેટ ક્રાઇમનો નવો કેસ સામે આવ્યો છે. મંગળવારે અહીં કેટલાક લોકોએ ઇન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં ઘુસી આવ્યા અને તોડફોડ કરી હતી. ભગવાનની મુર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ દિવાલ પર નફરત ફેલાવતા વાક્યો અને નારાઓ લગાવ્યા હતા.

કોરોનિલ દવા વિવાદઃ બાબા રામદેવનું ટ્વીટ, કહ્યુ- નફરત ફેલાવનારા માટે નિરાશાના સમાચાર

રેસ્ટોરન્ટના માલિક બલજીત સિંહના અનુસાર કિચન અને સર્વિસ એરિયાને ઘણુ નુકસાન પહોંચ્યું છે. બલજીતના અનુસાર તેમને 1 લાખ ડોલર (આશરે 75 લાખ રૂપિયા) નું નુકસાન થયું. લોકલ પોલીસ અને ફેડરલ ઇન્વેસ્ટિગેન બ્યૂરો (FBI) ઘટના અંગે તપાસ ચલાવી રહ્યું છે. 

ગલવાન ઘાટીમાં સંઘર્ષ માટે ભારત સંપૂર્ણ રીતે જવાબદારઃ ચીની રક્ષા મંત્રાલય

શીખ સંગઠને પણ વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં શીખોના સંગઠન શીખ અમેરિકન લીગલ ડિફેન્ એન્ડ એજ્યુકેશન ફંડ (સાલડેફ) દ્વારા ઘટનાની નિંદા કરવામાં આવી છે. સાલફેડનાં એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું કે, આ પ્રકારની નફરત અને હિંસા યોગ્ય નથી. તમામ અમેરિકનોની સુરક્ષા સુનિશ્ચિત  કરવા માટે તુરંત કાર્યવાહી કરવી જોઇએ. સૈંટા ફેમાં રહેનારા શીખ સમુદાયના લોકો અનુસાર આ શાંત વિસ્તાર છે. અહીં 1960થી શીખ સમુદાયનાં લોકો રહે છે. આ પ્રકારની ઘટના પહેલા ક્યારે પણ નથી થઇ. 

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, ઇમરાન સરકાર આપશે 10 કરોડ રૂપિયા

29 એપ્રીલે કોલોરાડોમાં પણ એક શીખ પર હુમલો થયો હતો.
ગત્ત દિવસોમાં સૈંટે ફે માં અશ્વેત સમર્થકોએ સ્પેનિ શાસકોની મુર્તિઓ પણ હટાવી દીધી હતી. ત્યાર બાદ અહીં હેટ ક્રાઇમ વધી ગયું. 29 એપ્રીલે કોલોરાડોનાં લેકવુડમાં અમેરિકન શીખ લખવંત સિંહ પર હુમલો કર્યો હતો. તેણે લખવંત સિંહને પોતાનાં દેશમાં પરત ફરી જવા માટે જણાવ્યું હતું. આરોપીનું નામ એરિક બ્રીમેન હોવાનું જણાવાઇ રહ્યું છે. ત્યા સુધી તેની વિરુદ્ધ હેટ ક્રાઇમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More