Home> World
Advertisement
Prev
Next

જાપાનમાં પૂરના પગલે મૃતાંક 100એ પહોંચ્યો, 20 લાખ લોકોનું સ્થળાંતર

સાઉથ અને ઇસ્ટ જાપાનમાં ગુરૂવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હ્યોગો, ઓકાયામા, કુકુઓકા, નાગાસાકી, સાગા, હિરોશીમા ટોટ્ટોરી વિસ્તારમાં પુર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 100થી વધારે લોકોનાં મોત થઇ ચુ

જાપાનમાં પૂરના પગલે મૃતાંક 100એ પહોંચ્યો, 20 લાખ લોકોનું સ્થળાંતર

ટોક્યો : સાઉથ અને ઇસ્ટ જાપાનમાં ગુરૂવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હ્યોગો, ઓકાયામા, કુકુઓકા, નાગાસાકી, સાગા, હિરોશીમા ટોટ્ટોરી વિસ્તારમાં પુર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 100થી વધારે લોકોનાં મોત થઇ ચુ

ક્યા છે. પુરના કારણે 40 લાખ લોકો લોકો પર અસર પડી છે. પૂરની સૌથી વધારે અસર હ્યોગો, ઓકાયામા, નાગાસાકી પ્રાંત પર પડી છે. અહીના અનેક વિસ્તારોમાં 100 સેમી (39 ઇંચ) જેટલો વરસાદ થયો હતો. રસ્તાઓ પર 16 ફૂટ પાણી ભરાઇ ગયું છે. 
જાપાનના સંરક્ષણ મંત્રી ઇત્સુનોરીએ જણાવ્યું કે, સશસ્ત્ર સેનાએ આશરે 48 જવાનોને રાહત અભિયાન માટે લગાવવામાં આવ્યા છે. જ્યારે 21 હજાર જવાનોને આ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે રવિવાર સુધીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક સ્થળો પર આઠ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો.જાપાન સરકાર દ્વારા જણાવાયું કે, મુશળધાર વરસાદના કારણે 100 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આ ઘટનાને સમય સાથેનું યુદ્ધ ગણાવ્યું હતું. કારણ કે દરેક મિનિટે સતત પરેશાનીઓ વધી રહી છે.

સતત પડી રહેલા વરસાદ વચ્ચે આજે ક્યૂશૂ અને શિકોકૂ દ્વિપ પર ડિઝાસ્ટર વોર્નિંગ જાહેર કરાઇ છે. વડાપ્રધાન આબેએ કહ્યું બચાવ અભિયાન, લોકોના જીવ બચાવવા અને વિસ્થાપનના કાર્ય સમયની વિરુદ્ધ એક લડાઇ છે. શિંજો આબેએ આગામી દિવસોમાં તેઓના આંતરરાષ્ટ્રીય પ્રવાસો પણ રદ્દ કરી દીધા છે. રાહત અભિયાનમાં આશરે 40 હેલિકોપ્ટર જોડાયા છે.  20 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More