Home> World
Advertisement
Prev
Next

Bye Bye 2020: 2020માં જોવા મળી એસ્ટરોઈડ, ધૂમકેતુ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ સહિતની ખગોળીય ઘટનાઓ

આ વર્ષને ફક્ત કોરોના વાયરસ અને લૉકડાઉન માટે જ નહીં, પરંતુ આકાશમાં બનનારી ઘણી ખગોળીય ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવશે. આ વર્ષે પણ અવકાશમાં ઘણી ખગોળીય ઘટનાઓ બની, જે પૃથ્વી પરથી સરળતાથી જોવા મળી હતી. આ દ્રશ્યોએ માત્ર અંતરિક્ષ પ્રેમીઓને જ નહીં, લોકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા.

Bye Bye 2020: 2020માં જોવા મળી એસ્ટરોઈડ, ધૂમકેતુ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ સહિતની ખગોળીય ઘટનાઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ વર્ષે, એસ્ટરોઈડ, બ્લુ મૂન, પૂર્ણ ચંદ્ર, ઉલ્કા, ધૂમકેતુ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બુધ-મંગળ-શુક્ર-ગુરુ જેવી આકર્ષક અને સુંદર ખગોળીય ઘટનાઓ બની. આ વર્ષે બે સૂર્યગ્રહણ અને ત્રણ ચંદ્રગ્રહણ સહિત કુલ પાંચ ગ્રહણ થયા હતા. 21 જૂને જોવા મળેલ સૂર્યગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોવા મળ્યું હતું.

ધૂમકેતુની ઘટના
15 જુલાઈએ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ જ નજીક દેખાયો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવવાની શરૂઆત 3 જુલાઈથી થઈ હતી. આ પ્રકારની ઘટના ફરીથી 6,400 વર્ષ પછી દેખાશે. આ ધૂમકેતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક દેખાવવાની શરૂઆત માર્ચમાં થઈ હતી અને સૂર્યાસ્ત પછી થોડી મિનિટ સુધી આવો દુર્લભ ખગોળીય નજારો પણ જોવા મળ્યો હતો.

એક વર્ષમાં બે સૂર્યગ્રહણ થવાની ઘટના
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ બહેરીનમાં જોવા મળ્યું હતું, ભારતના મુંબઇમાં પણ સવારે દસ વાગ્યે સૂર્યગ્રહણ થયું હતું પરંતુ વરસાદના કારણે ગ્રહણ સ્પષ્ટ દેખાયું ન હતું. આ સૂર્યગ્રહણ 21 જૂન, 2020ના રોજ દેખાયુ હતું. વીંટી જેવું દેખાયેલુ સૂર્યગ્રહણ ખૂબ જ વિશેષ હતું. ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી નથી લેતો, જેના કારણે સૂર્યનો બાહ્ય ભાગ રિંગ જેવો દેખાય છે.

દિલ્લીમાં સૂર્યગ્રહણ
આ વર્ષે 5 જૂને પહેલું સૂર્યગ્રહણ દેખાયું હતું, ત્યારબાદ 21 જૂને બીજુ સૂર્યગ્રહણ થયું હતું. ભારત ઉપરાંત આ સૂર્યગ્રહણ નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇથોપિયા અને કોંગોમાં દેખાયુ હતુ. ત્યારબાદ ત્રીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ દેખાયું હતું.)

એસ્ટરોઈડની ઘટના
14 એપ્રિલે, પૃથ્વી પરથી એક વિશાળ એસ્ટરોઇડ પસાર થયું. એસ્ટરોઈડ પસાર થયા પછી વૈજ્ઞાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 1998 OR2 નામનું આ એસ્ટરોઇડ પૃથ્વી પરથી પસાર થવાનું હતું. જેના પગલે ચાર મહિનાથી વૈજ્ઞાનિકો આ ખગોળીય ઘટના પર નજર રાખી રહ્યા હતા. આ એસ્ટરોઈડ જો પૃથ્વી સાથે ટકરાયું હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. જોકે, આ એસ્ટરોઇડ પૃથ્વીથી 40 માઈલનાં અંતરેથી પસાર થઈને ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું.  ભારતીય સમય મુજબ આ ખગોળીય ઘટના બપોરે 3.30 વાગ્યે ઘટી હતી.)

જૂનમાં એક રાત્રે અચાનક તેજસ્વી પ્રકાશ આવ્યો, દૂરથી જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈ અગનગોળો ખૂબ ઝડપે આકાશને ચીરીને આગળ વધી રહ્યો છે. જોકે, હજુ સુધી તે નક્કી નથી થઈ શક્યું કે, તે ઉલ્કા છે, ધૂમકેતુ છે અથવા કંઈક બીજો અવકાશી પદાર્થ. આ ઘટના પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં 15 જૂનની રાત્રે બની હતી. આ ઘટના બની ત્યારે રાતના એક વાગ્યા હતા. જ્યારે ભારતીય સમય મુજબ આ ખગોળીય ઘટના 16 જૂનની રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. કેટલાક અવકાશયાત્રીઓ માને છે કે તે કદાચ માનવસર્જિત અવકાશી ભંગાર હોઈ શકે, જે રોકેટ પ્રક્ષેપણથી આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More