Home> World
Advertisement
Prev
Next

અશરફ બની બીજીવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા


અફઘાનિસ્તાનમાં આ ચૂંટણી સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થઈ હતી, પરંતુ વિપક્ષી અબ્દુલ્લા તરફથી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે મામલાને ધ્યાને લીધો અને પાંચ મહિના બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

અશરફ બની બીજીવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા

કાબુલઃ અશરફ ગની એકવાર ફરી અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા છે. દેશના ચૂંટણી પંચ દ્વારા મંગળવારે 28 સપ્ટેમ્બર 2019નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના પ્રમુખ હવા આલમ નૂરિસ્તાનીએ કાબુલમાં સંવાદદાતા સંમેલનમાં કહ્યું, 'ચૂંટણી પંચ 50.64 ટકા મત પ્રાપ્ત કરનાર અશરફ ગનીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરે છે.'

ગનીના મુખ્ય વિરોધી અબ્દુલ્લા અબ્દુલ્લાએ મતદાનમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ફરીથી મતોની ગણતરીને કારણે પરિણામમાં આશરે પાંચ મહિનાનો વિલંબ થયો હતો. આ ચૂંટણીમાં અબ્દુલ્લા અબ્દુલ્લાને 39.50 ટકા મત મળ્યા છે. અશરફ ગની આગામી પાંચ વર્ષ સુધી અફઘાનિસ્તાનની સત્તા સંભાળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More