Home> World
Advertisement
Prev
Next

ચીન પાણીમાં દોડાવશે બુલેટ ટ્રેન: 77 કિલોમીટર સુધી પાણીની અંદર દોડશે ટ્રેન

ઘોઘા અને દહેજ જેવા ચીનનાં બે વિસ્તારો વચ્ચેનું અંતર ઓછુ કરવા માટે પાણીની અંદર ટ્રેન દોડાવવાનાં પ્રોજેક્ટને ચીને આપી મંજુરી

ચીન પાણીમાં દોડાવશે બુલેટ ટ્રેન: 77 કિલોમીટર સુધી પાણીની અંદર દોડશે ટ્રેન

બીજિંગ : ચીનની સરકારે દેશમાં પહેલી અંડરવોટર બુલેટ ટ્રેનનાં નિર્માણ સંબંધિત યોજનાને મંજુરી આપી છે. CNNના રિપોર્ટ અનુસાર આ બુલેટ લાઇન શંઘાઇના કિનારાના શહેર નિંગબોને પૂર્વી કિનારાના દ્વીપસમુહ જૌશાન સાથે જોડશે. આ પ્રસ્તાવિત અંડર વોટર સુરંગ 77 કિલોમીટર યોંગ ઝૂ રેલ્વે યોજનાનો હિસ્સો હશે, જેનો ઉદ્દેશ્ય પર્યટનમાં વધારો કરવાનો છે. સાથે સાથે ઝોઝિયાંગ પ્રાંતમાં બે કલાકની સુરંગ 77 કિલોમીટર યોંગ-ઝોઉ રેલ્વે યોજનાનો હિસ્સો છે જેને પર્યટનને વધારવા અને પ્રાંતની અંદર બે કલાકના કમ્યુટ ઝોનનાં નિર્માણ કરવાનું છે. 

હવે ચીન નહીં ભારતમાંથી દુનિયાને મળશે બુલેટ ટ્રેનના સૌથી સસ્તા કોચ...

આ સુરંગનું 2005માં પહેલીવાર સરકારી પરિવહન યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને યોંગ ઝું રેલ્વે યોજનાનાં વ્યવહાર્યતા અભ્યાસ નવેમ્બરમાં બીજિંગ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. 77 કિલોમીટર રેલ્વે માર્ગની અંદર આશરે 70.92 કિલોમીટરનાં ટ્રેક બનાવવામાં આવશે. જેમાં પાણીની અંદર 16.2 કિલોમીટર જેટલી લાંબી સુરંગનો પણ સમાવેશ થાય છે. 

VIDEO : હવે શતાબ્દી પણ બુલેટ ટ્રેન જેવા લૂકમાં,વીડિયો જોવા કરો ક્લીક...
આ નવા માર્ગ દ્વારા યાત્રીઓ જોઝિયાંગની રાજધાની ઝંગડુ શહેરમાં ઝુશાન સુધી માત્ર 80 મિનિટમાં પહોંચી શકાશે. જ્યારે બસ દ્વારા આ મુસાફરી આશરે 4.5 કલાક અને અને ખાનગી વાહન દ્વારા આ મુસાફરી કરવામાં 2.5 કલાક લાગતા હતા. જો કે હવે આ યોજના ચાલુ થયા બાદ ન માત્ર સમય પરંતુ ફ્યુલમાં પણ મોટો બચાવ થઇ શકશે. સાથે સાથે ચીનનાં પર્યટનને પણ ઘણો મોટો ફાયદો મળવા પામશે.

નવરાત્રીમાં નવો ટ્રેંડ: ધૂમ મચાવશે બુલેટ ટ્રેન, Save Lion, અને મોદીનું સ્વચ્છતા મિશન...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More