Home> World
Advertisement
Prev
Next

અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે

સુનીતા વિલિયમ્સ 13 જૂને પૃથ્વી પર પરત ફરે તેવી આશા હતી, પરંતુ સ્ટારલાઇનર રોકેટમાં લીકેજને કારણે તે ફસાઈ ગઈ છે. નોંધનીય છે કે સુનીતા વિલિયમ્સની સાથે બુચ વિલ્મોર 5 જૂને સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષમાં ગયા હતા.
 

 અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Updated: Jun 25, 2024, 09:42 PM IST

નવી દિલ્હીઃ સુનિતા વિલિયમ્સ અમેરિકન અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગના સ્ટારલાઇનર સ્પેસ કેપ્સ્યુલ પર નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. જો કે, હવે તે સ્પેસશટલમાં ખામી સર્જાઈ છે, જેના કારણે આ બંનેની સુરક્ષા અંગે ચિંતાઓ થવા લાગી છે.. ચિંતાજનક વાત એટલે છે કેમ કે, છેલ્લાં 12 દિવસથી અવકાશયાત્રીઓ સ્પેસમાં ફસાયા છે.. અનેક વખત તેમની પરત ફરવાની તારીખો લંબાવાઈ છે.. જુઓ આ રિપોર્ટ..

નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલી સુનીતા વિલિયમ્સ ત્યાં જ ફસાઈ ગઈ છે.. તેમને પૃથ્વી પર પાછા ફરવામાં હજુ થોડો સમય લાગી શકે છે.. તે અમેરિકન અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશન પર ગઈ હતી.. નાસાએ ત્રીજી વખત તેની પરત ફરવાની યોજના મોકૂફ રાખવી પડી છે.. જેના કારણે ભારતીય મૂળની સુનીતા અને બૂચ ત્યાં ફસાયા હોવાની ચિંતા વધી છે..

આ બોઇંગ મિશન શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું અને તેની ફ્લાઇટને ઘણી વખત મોકૂફ કરવી પડી હતી.. અંતે 6 જૂન 2024ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું પણ હવે તેની યાત્રામાં વધુ એક અવરોધ આવ્યો છે..

પહેલા 9 જૂને જાહેરાત થઈ કે તે 18 જૂને પાછા આવશે...
ત્યારબાદ તારીખને આગળ વધારતાં 22 જૂન કરવામાં આવી...
અવકાશયાત્રીની પૃથ્વી  પર વાપસી 26 જૂન કરવામાં આવી હતી...
હવે નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે..
જોકે અંતરિક્ષયાત્રી ક્યારે પાછા આવશે તેની કોઈ તારીખ નાસાએ જણાવી નથી...

બીજી તરફ, બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પેસ કેપ્સ્યુલમાં થ્રસ્ટર નિષ્ફળતા અને વાલ્વ લીક થવા જેવી કેટલીક તકનીકી સમસ્યાઓ હતી અને તેને ઠીક કરવા માટે વિલિયમ્સ અને બૂચનું પૃથ્વી પર પાછા મોકૂફ રાખવું પડ્યું હતું.. ઘણા લોકો ભારતીય મૂળના અન્ય અવકાશયાત્રી કલ્પના ચાવલાને યાદ કરી રહ્યા છે, જેમને ISSમાંથી પરત ફરતી વખતે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું..

નાસાએ કહ્યું છે કે બંને કોઈ જોખમમાં નથી.. 
તેઓ જે અવકાશયાનમાં પાછા ફરવાના હતા તેમાંથી હિલિયમ લીકેજ થઈ રહ્યું છે..
ખામી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે.. 
આ અવકાશયાનની ક્ષમતા 45 દિવસની છે, 18 દિવસ વીતી ગયા છે..

બોઇંગનું સ્ટારલાઇનર મિશન બુધવાર, 5 જૂનના રોજ રાત્રે 8:22 વાગ્યે લોન્ચ થયું.. તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ વી રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.. અવકાશયાન બીજા દિવસે એટલે કે 6 જૂને રાત્રે 11.03 કલાકે ISS પર પહોંચ્યું હતું.. તે રાત્રે 9:45 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ પ્રતિક્રિયા નિયંત્રણ થ્રસ્ટરમાં સમસ્યા હતી..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે