Home> World
Advertisement
Prev
Next

કોરોનાથી ડરી દુનિયા, મોટી વિમાન કંપનીઓએ રદ્દ કરી પોતાની ફ્લાઇટો, ચીને કહ્યું- દેશ ન છોડે નાગરિક


અમેરિકા, બ્રિટન અને જર્મનીએ હાલમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરીને ચીનની યાત્રા પહેલા સાવધાન રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં ચીને પણ પોતાના નાગરિકોને વિદેશની યાત્રા ન કરવાની ભલામણ કરી છે. 

 કોરોનાથી ડરી દુનિયા, મોટી વિમાન કંપનીઓએ રદ્દ કરી પોતાની ફ્લાઇટો, ચીને કહ્યું- દેશ ન છોડે નાગરિક

વુહાનઃ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના ચેપને જોતા વિદેશી એરલાઇન્સે ચીનથી આવનારી ફ્લાઇટોને સસ્પેન્ડ કરી દીધી છે. વિદેશી અરલાઇન્સો દ્વારા આ જાહેરાત મેઇનલેન્ડ દેશો દ્વારા વુહાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાની તૈયારીઓ બાદ સામે આવી છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, વુહાન વિશ્વની અલગ-થલગ પડી ચુક્યું છે અને ત્યાં એક કરોડ 10 લાખ લોકો કોરોના વાયરસના ખતરા વચ્ચે રહી રહ્યાં છે. વુહાનમાં આ વાયરસના ખતરાને કારણે હેલ્થ ઈમરજન્સી જારી છે. 

અમેરિકા, બ્રિટન અને જર્મનીએ હાલમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરીને ચીનની યાત્રા પહેલા સાવધાન રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં ચીને પણ પોતાના નાગરિકોને વિદેશની યાત્રા ન કરવાની ભલામણ કરી છે. આ તમામ કવાયતો છતાં આ ઘાતક વાયરસ વિશ્વના 18 દેશોમાં પોતાની હાજરી નોંધાવી ચુક્યો છે. આ દેશોએ વારયસથી ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખતા તેની સારવાર જારી રાખી છે. ચીનમાં આ વાયરસને કારણે 132 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે આશરે 6000 લોકો ચેપગ્રસ્ત છે. 

વૈશ્વિક દ્રષ્ટિએ જોવામાં આવે તો બ્રિટિશ એરવેઝ વિશ્વની પ્રથમ મોટી એરલાઇન્સ છે જેણે ચીન જનારી તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દીધી છે. બ્રિટિશ એરવેઝે બુધવારે કહ્યું કે, તેણે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ચીનથી આવતી-જતી પોતાની તમામ ઉડાનો રદ્દ કરી દીધી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનના વિદેશ મંત્રાલયની સલાહ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. મહત્વનું છે કે બ્રિટિશ એરવેઝના વિમાન શંઘાઈ અને બેઇજિંગ માટે લંડનના હીથ્રો એરપોર્ટ પરથી નિયમિત ઉડાન ભરે છે. 

corona virus: વિશ્વના 18 દેશોમાં પહોંચ્યો કોરોના વાયરસ, અત્યાર સુધી 132 લોકોના મોત

આ સિવાય મોટા પ્રમાણે દક્ષિણ એશિયાની સૌથી મોટી વિમાન કંપની ઈન્ડોનેશિયાની લોયન એર સમૂહે પણ જાહેરાત કરી છે કે તે કોરોના વાયરસના ખતરાને જોતા ચીન જનારી અને આવનારી પોતાની તમામ ઉડાનોને સસ્પેન્ડ કરશે. લોયલ સમૂહના પ્રવક્તા દનાંગ મંદાલા પ્રિહંતોરોએ બુધવારે જણાવ્યું કે, અમે એક ફેબ્રુઆરીથી ચીન જતી અને આવતી તમામ ઉડાનોની આગામી સુચના સુધી અસ્થાયી રીતે રદ્દ કરી છે. લોયન સમૂહના આ પગલાથી ચીનના 15 શહેરોના માર્ગ પર ડઝનો ઉડાને પ્રભાવિત થશે. 

મ્યાન્મારની ત્રણ એરલાઇન્સોએ શનિવારે જ ચીન આવતી-જતી પોતાની ફ્લાઇટો રદ્દ કરી દીધી છે. પાપુઆ ન્યૂ ગિનીએ પણ સાવધાનીના ભાગ રૂપે એશિયાથી આવતા તમામ વિદેશી યાત્રીકો માટે પોતાના એરપોર્ટ અને પોર્ટ બંધ કરી દીધા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More