Home> World
Advertisement
Prev
Next

અફઘાનિસ્તાનની સ્થિતિ નિયંત્રણ બહાર, UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી

UN ચીફે  કહ્યું કે તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે લડાઈથી ભારે નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 2 લાખ 41 હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ નિયંત્રણ બહાર, UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી

ન્યૂયોર્કઃ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બધા પક્ષોને અફઘાનિસ્તાનના નાગરિકો પર સંઘર્ષના વિનાશકારી પ્રભાવ પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર ગુટેરેસે ચેતવણી આપી છે કે નાગરિકો વિરુદ્ધહુમલાને નિર્દેશિત કરવા આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને એક યુદ્ધ અપરાધ છે. 

તેમણે કહ્યું કે તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે લડાઈથી ભારે નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 2 લાખ 41 હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તાલિબાન અને સેના વચ્ચે સંઘર્ષ મહિલાઓ અને બાળકો પર એક મોટી અસર પાડી રહ્યો છે. 

તેમણે કહ્યું કે, ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ. ગુટેરેસે કહ્યુ કે અફઘાનિસ્તાન નિયંત્રણથી બહાર થઈ રહ્યું છે કારણ કે ઓછામાં ઓછા 2 લાખ 41 હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થઈ ગયા છે અને માનવીય જરૂરીયાતો સમયની સાથે વધી રહી છે. 

ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએઃ ગુટેરેસ
તેમણે કહ્યું કે, હું બધા પક્ષોને અફઘાનિસ્તાનના નાગરિકો પર સંઘર્ષના વિનાશકારી પ્રભાવ પર ધ્યાન આપવાનું આહ્વાન કરુ છું. નાગરિકોની રક્ષા માટે બધાએ આગળ આવવું જોઈએ. નાગરિકો વિરુદ્ધ હુમલાને નિર્દેશિત કરવો આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને યુદ્ધના અપરાધ બરાબર છે. અપરાધીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. 

ગુટેરેસે કહ્યુ કે પાછલા મહિને નાગરિકો વિરુદ્ધ હુમલામાં એક હજારથી વધુ લોકોના મોત થયા કે ઈજાગ્રસ્ત થયા છે. ખાસ કરી સૌથી ખરાબ સ્થિતિ હેલમંડ, કંધાર અને હેરાત પ્રાંતમાં છે. 

આ પણ વાંચોઃ હવે બ્રિટન પણ તેના કર્મચારીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢશે, PM બોરિસ જોનસને કરી જાહેરાત

અફઘાન દળો અને નાગરિકો વિરુદ્ધ તાલિબાને હુમલા વધાર્યા
મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં હિંસામાં વૃદ્ધિ જોવા મળી રહી છે, કારણ કે તાલિબાને અફઘાન દળો અને નાગરિકો વિરુદ્ધ પોતાનું આક્રમણ વધારી દીધુ છે. તાલિબાન દ્વારા દેશમાં વધતી હિંસાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે, કારણ કે આતંકવાદી સમૂહ સરકાર પાસેથી અનેક ક્ષેત્રો પર કબજો કરી લોકોને લૂંટી રહ્યાં છે અને નાગરિકોને મારી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજુતિ પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડવાની જાહેરાત કરી હતી. અમેરિકા સેનાની વાપસી બાદ તાલિબાન અફઘાનિસ્તાન પર હુમલો કરી રહ્યું છે અને પોતાનો કબજો જમાવી રહ્યું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More