Home> World
Advertisement
Prev
Next

Coronaથી પીડાતા અમેરિકાથી આવ્યાં ગુડ ન્યૂઝ, કોરોનાની 100 ટકા સફળ દવા મળી!

આ સારા સમાચાર અમેરિકાથી આવ્યાં છે જ્યાં કોરોનાએ સૌથી વધુ ઉત્પાત મચાવ્યો છે. એક અમેરિકી કંપનીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો 100 ટકા સફળ ઉપચાર શોધી લેવામાં આવ્યો છે. 

Coronaથી પીડાતા અમેરિકાથી આવ્યાં ગુડ ન્યૂઝ, કોરોનાની 100 ટકા સફળ દવા મળી!

નવી દિલ્હી: આ સારા સમાચાર અમેરિકાથી આવ્યાં છે જ્યાં કોરોનાએ સૌથી વધુ ઉત્પાત મચાવ્યો છે. એક અમેરિકી કંપનીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો 100 ટકા સફળ ઉપચાર શોધી લેવામાં આવ્યો છે. 

સોરેન્ટો થેરેપ્યુટિક્સે કર્યો દાવો
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની મોટી દવા કંપની સોરેન્ટો થેરેપ્યુટિક્સે દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસના સંક્રમણનો તોડ શોધી લીધો છે. આ કંપનીએ જણાવ્યું કે આ કોરોના વિરોધી દવાના નિર્માણ હેતુથી તેમણે 'STI-1499' નામની એન્ટીબોડી તૈયાર કરી છે. 

કોરોનાએ અમેરિકામાં મચાવ્યો છે હાહાકાર
ચીનના વુહાનથી પેદા થયેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયાને બાનમાં લીધી છે. અમેરિકામાં તો સૌથી વધુ હાલત ખરાબ છે. દુનિયાના લગભગ 46 લાખ કોરોના સંક્રમિતોમાંથી લગભગ 15 લાખ જેટલા કોરોનાના રોગીઓ તો ફક્ત અમેરિકામાં છે. એ જ રીતે દુનિયામાં થયેલા 3 લાખ મૃત્યુમાંથી લગભગ 90 હજાર લોકોના મૃત્યુ અમેરિકામાં થયા છે. 

પેટ્રી ડિશ એક્સપરિમેન્ટની મદદ લીધી
સોરેન્ટો થેરેપ્યુટિક્સ દવા કંપનીએ જણાવ્યું કે કોરોના સામે લડનારી દવા  'STI-1499' નામની એન્ટીબોડીના નિર્માણમાં પેટ્રી ડિશ એક્સપરિમેન્ટે મહત્વની ભૂમિકા ભજવી છે. કંપનીએ કહ્યું કે પેટ્રી ડિશ એક્સપરિમેન્ટથી માલુમ પડે છે કે  'STI-1499' એન્ટીબોડી કોરોના વાયરસને માનવ શરીરની કોશિકાઓમાં સંક્રમણ ફેલાતા અટકાવવામાં સંપૂર્ણ 10 ટકા સમર્થ છે. 

જુઓ LIVE TV

દર મહિને બે લાખ ડોઝ તૈયાર થઈ શકે છે.
આ દવા કંપની ન્યૂયોર્કના માઉન્ટ સિનઈ સ્કૂલ ઓફ મેડિસિનની સાથે મળીને કોરોના વાયરસની દવા બનાવવામાં લાગી છે. કંપનીની યોજના મુજબ  'STI-1499' એન્ટીબોડીના માધ્યમથી જલદી કોરોનાની દવા બનાવી લેવાશે. કંપનીનો દાવો છે કે દર મહિને તે આ એન્ટીબોડીના લગભગ 2 લાખ ડોઝ બનાવી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More