Home> World
Advertisement
Prev
Next

હવે શું? કંપનીના CEOનું મોત થતાં 1300 કરોડના બિટકોઈન ફસાઈ ગયા!

કેનેડાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સની એક્સચેન્જ ફર્મના સીઈઓ અને સહ-સ્થાપકના મૃત્યુ બાદ રોકાણકારોના 190 મિલિયન ડોલર (રૂ.1300 કરોડ) ફસાઈ ગયા છે 

હવે શું? કંપનીના CEOનું મોત થતાં 1300 કરોડના બિટકોઈન ફસાઈ ગયા!

નવી દિલ્હીઃ કેનેડાની એક સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ફર્મના સીઈઓ અને સહ-સ્થાપકના મૃત્યુ બાદ રોકાણકારોના 190 મિલિયન ડોલર (રૂ.1300 કરોડથી વધુ)ની રકમ ફસાઈ ગઈ છે. આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ફર્મ ક્વાડ્રિગા સીએક્સના સીઈઓ ગેરાલ્ડ કોટેન(30)નું ભારતમાં મૃત્યુ થયું હતું અને કંપનીના બધા જ પાસવર્ડ તે જાણતો હોવાને કારણે આ રકમ ફસાઈ ગઈ છે. એક સપ્તાહ પહેલા ક્વાડ્રિગા સીએક્સ દ્વારા કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શન માટે કરાયેલી અપીલ બાદ આ હજારો કરોડની ક્રિપ્ટોકરન્સી લોક થઈ જવાના સમાચાર બહાર આવ્યા છે. 

ભારતમાં થયું હતું મોત 
કેનેડાની આ ક્રિપ્ટોકરન્સી કંપનીનો સીઈઓ અને સહસ્થાપક ગેરાલ્ડ કોટેન ડિસેમ્બર 2018માં ભારત આવ્યો હતો. તે ભારતમાં બાળકો માટે એક અનાથાશ્રમ ખોલવા માટે આવ્યો હતો. 

સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....

fallbacks

સાડા ત્રણ લાખથી વધુ લોકોના નાણા
કંપની વતી કોટેનની પત્ની જેનિફર રોબર્ટસ્ટન દ્વારા કેનેડા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, ક્વાડ્રિગા સીએક્સ કંપનીમાં 3,63,000 નોંધાયેલા ગ્રાહકો હતા અને તેમાંથી 1,15,000થી વધુ ગ્રાહકો કેટોનનું અચાનક મોત થતાં ફસાઈ ગયા છે. જેનિફરે વધુમાં જણાવ્યું છે કે, કોટનના મુખ્ય કમ્પ્યૂટરમાં ક્રિપ્ટોકરન્સીનું એક 'કોલ્ડ વોલેટ' હતું, જે માત્ર ફિઝિકલી જ ઓપરેટ કરી શકાય એમ હતું, તેને ઓનલાઈન એક્સેસ કરી શકાય એમ ન હતું. આ વોલેટમાં 190 મિલિયન ડોલરથી વધુની કિંમતના કોઈન્સ સ્ટોર કરેલા છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે

પત્નીએ વધુમાં જણાવ્યું કે, ગેરાલ્ડનું કમ્પ્યૂટર અને લેપટોપ ઈનક્રિપ્ટેડ છે અને તેનો પાસવર્ડ તેના સિવાય બીજા કોઈની પાસે ન હતો. કંપનીએ પણ જણાવ્યું છે કે, અમે આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમામ પ્રયાસ કર્યા છે. ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ શોધવા અને તેને સુરક્ષિત કરવાના પણ પ્રયાસ કર્યા છે. અમે અમારા ગ્રાહકોને તેમની ડિપોઝિટ પ્રમાણે પૈસા આપવા માગીએ છીએ, પરંતુ કમ્પ્યૂટર લોક થઈ જવાને કારણે અમે આમ કરી શક્તા નથી. 

31 જાન્યુઆરી, 2019ના રોજ ક્વાડ્રિગા સીએક્સ કંપનીઓ પોતાની વેબસાઈટના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે, તેમની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને મંજૂરી આપવામાં આવે અને સમય આપવામાં આવે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More