Travel: કપલ માટે બેસ્ટ છે મુંબઈ નજીક આવેલી આ જગ્યાઓ, ચોમાસામાં વાતાવરણ હોય એકદમ રોમેન્ટિક

માથેરાન

માથેરાન મુંબઈથી 90 કિલોમીટર દૂર છે. અહીં પેનોરમા પોઇન્ટ અને લુઇસા પોઇન્ટ જેવી જગ્યાઓએ નજારો જોવા જેવો હોય છે. અહીં ટોય ટ્રેનની સવારી પણ કરી શકાય છે.

કર્નાલા

મુંબઈ થી 60 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે.. આ જગ્યા કર્નાલા કિલ્લો અને પક્ષીના અભ્યારણ માટે પ્રખ્યાત છે. ચોમાસામાં ટ્રેકિંગ માટે આ જગ્યા બેસ્ટ છે.

ઇગતપુરી

ઇગતપુરી મુંબઈથી 120 કિલોમીટર દૂર આવેલું છે. અહીં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે.

કામશેત

મુંબઈથી 100 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે. એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યા રોમાંચકારી અનુભવ આપનાર છે. અહીં પેરાગ્લાઈડીંગ જેવી એક્ટિવિટી કરવા મળે છે

પંચગની

મહાબળેશ્વરની નજીક આવેલું પંચગની ચોમાસામાં લીલુંછમ થઈ જાય છે. અહીં અદભુત નજારા જોવા મળે છે જેમાં પ્રાકૃતિક સુંદરતા અને શાંતિનો અનુભવ થાય છે.

ખંડાલા

મુંબઈથી બસ બે કલાકની ડ્રાઇવ પર ખંડાલા હિલ સ્ટેશન પહોંચી શકાય છે. વરસાદી વાતાવરણમાં અહીં મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે. કપલ માટે આ બેસ્ટ જગ્યા છે.

ભંડારદરા

મુંબઈથી 165 કિલોમીટર દૂર ભંડારદરા સહ્યાદ્રી પર્વતમાળા પર એક શાંત ગામ આવેલું છે. આ જગ્યા પ્રાકૃતિક સુંદરતા માટે અને પ્રાચીન રતનગઢના કિલ્લા માટે આ જગ્યા જાણીતી છે.

દુર્શેટ

મુંબઈથી 100 કિલોમીટર દુર્શેટ આવેલું છે. આ જગ્યા શાંતિ અને લીલાછમ જંગલો માટે પ્રખ્યાત છે અહીં જંગલમાં નદી કિનારે કેમ્પ કરીને લોકો પ્રાકૃતિક વાતાવરણનો આનંદ માણે છે