ઘરમાં આવતી માખીઓથી છો પરેશાન તો અપનાવો આ ઉપાય

ફેલાવે છે ગંદકી અને બીમારી

માખીઓ આપણા ઘરમાં ગંદકી અને બીમારી ફેલાવે છે. આ સાથે તે ઘણા પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે.

માખીઓ ભગાડવી

ઘરમાં માખીઓ ન હોય તે સારૂ છે. આવો જાણીએ માખીઓ ભગાડવાના આ ઉપાય.

સાફ-સફાઈ રાખો

સૌથી જરૂરી ઉપાયોમાંથી એક છે ઘરની અંદર અને બહાર સફાઈ રાખો. ભોજન ઢાંકીને રાખો અને કચરો દરરોજ સાફ કરો.

નેચરલ અને ઘરેલુ ઉપાય

ફુદીનો, તુલસી અને લવીંગ માખીઓ દૂર રાખવામાં મદદ કરી શકે છે. તેને તમે માખીઓ વાળી જગ્યાએ રાખો.

લીંબુ અને લવીંગ

લીંબુને અડધુ કાપી તેમાં લવીંગ લગાવી રાખો. તે માખીઓને ભગાડવાનો નેચરલ અને સરળ ઉપાય છે.

નેટ અને સ્ક્રીન

દરવાજા અને બારીઓ પર નેટ લગાવી રાખો, જેથી માખીઓ અંદર ન આવે, જેથી તમને રાહત મળશે

ભેજ ન રાખો

ઘરની અંદર ભેજ ઓછો રાખો, ખાસ કરી ઘર અને બાથરૂમમાં ભેજવાળી જગ્યાએ માખીઓ આકર્ષિત થાય છે.

વેસ્ટ મેનેજમેન્ટ

કચરો માખીઓને આકર્ષિત કરે છે. તેથી કચરાના ડબ્બાને ઢાંકીને રાખો. કચરાના ડબ્બાને સાફ રાખવો પણ જરૂરી છે.