ભારતના એવા રેલવે સ્ટેશન, જ્યાં દિવસે પણ જતાં ડરે છે લોકો

રેલવે સ્ટેશન

આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ ડરામણા રેલવે સ્ટેશન છે. જ્યાં લોકોને અલગ-અલગ અવાજો સંભળાય છે અને ત્યાં જતા ડરે છે.

બેગુનકોદર રેલવે સ્ટેશન

પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં સ્થિત બેગુનકોદર રેલવે સ્ટેશનની ગણના ડરામણા સ્ટેશનમાં થાય છે.

નૈની રેલવે સ્ટેશન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પાસે નૈની જેલમાં ઘણા ભારતીયોનું અંગ્રેજોના ટોર્ચરથી મોત થયું હતું. જેના કારણે તેને ડરામણું માનવામાં આવે છે.

મુલુંડ સ્ટેશન

મુંબઈમાં સ્થિ મુલુંડ સ્ટેશનની ગણતરી પણ દેશના ભૂતિયા સ્ટેશનમાં થાય છે.

ચિતૂર રેલવે સ્ટેશન

આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લામાં ચિતૂર રેલવે સ્ટેશનને ત્યાંના લોકો ભૂતિયું માને છે.

બડોગ રેલવે સ્ટેશન

બડોગ રેલવે સ્ટેશન હિમાચલના સોલન જિલ્લામાં છે. કાલકા-શિમલા રેલ રૂટ પર આવનાર આ નાનું સ્ટેશન દેખાવમાં સુંદર છે, પરંતુ તે ડરામણું અને ભૂતિયુ માનવામાં આવે છે.

લુધિયાના સ્ટેશન

લુધિયાના સ્ટેશન પંજાબમાં છે અને અહીં સાંજના સમયે ઘણી વિચિત્ર ઘટનાનો અનુભવ થાય છે.

પાતાલપાની રેલવે સ્ટેશન

આ રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં છે. અહીં લોકોનું કહેવું છે કે સ્ટેશનમાં ઘણા પ્રકારના અવાજો સંભળાય છે.

સોહાગપુર રેલવે સ્ટેશન

સોહાગપુર રેલવે સ્ટેશન પણ મધ્ય પ્રદેશમાં છે. અહીં લોકોને અજીબોગરીબ ઘટનાઓના અનુભવ થયા છે.

ડિસ્ક્લેમર

આ જાણકારી ઈન્ટરનેટના રિપોર્ટ્સ પર આધાર લેવામાં આવી છે. ઝી 24 કલાક આ સ્ટેશનો પર ભૂત-પ્રેત કે કોઈ આત્મા જેવી સુપરનેચરલ ઘટનાની પુષ્ટિ કરતું નથી.