દિવસ કે રાત, જાણો ડાયટીશિયન પાસેથી દહીં ખાવાનો સાચો સમય

દહીં

લોકોને દહીં ખુબ પસંદ હોય છે. તેનાથી પેટને ખુબ ફાયદો મળે છે.

સમય

દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જો તેને સાચા સમયે ખાવામાં આવે તો. ચાલો ડાયટીશિયન શિખા અગ્રવાલ શર્મા પાસે જાણીએ દહીં ખાવાનો સાચો સમય કયો છે.

પાચન

ખોટા સમય પર દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યા થવા લાગે છે.

દહીં ખાવાનો સાચો સમય સવાર કે બપોર હોય છે. લંચમાં દહીંને જરૂર સામેલ કરો.

પાચન

દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. તેને ખાવાથી પાચન અને હાડકા મજબૂત રહે છે. સાથે તે વાળ માટે લાભકારી છે.

વજન કંટ્રોલ

દહીંનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરી શકાય છે. તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

રાતના સમયે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ સમયે દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે.

શરદી-ઉધરસ

દહીંની તાસીર ઠંડી હોય છે. તેવામાં રાત્રે તેનું સેવન કરવાથી શરદી-ઉધરસ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.