ઓ બાપરે! પાણીપુરીમાંથી મળી આવ્યા કેન્સર પેદા કરતા કેમિકલ

પાણીપુરી

પાણીપુરી એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. પાણીપુરીનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે.

અનેક નામ

પાણીપુરીને દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

ખતરનાક

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે પાણીપુરી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની રહી છે.

રિપોર્ટ

ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ મુજબ સમગ્ર કર્ણાટકમાં લગભગ 22 ટકા પાણીપુરી FSSAI ના સુરક્ષા માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ નીવડી છે.

આર્ટિફિશિયલ રંગ

રાજ્યભરથી પાણીપુરીના 260 સેમ્પલ ભેગા કરાયા હતા જેમાંથી 41 સેમ્પલ અસુરક્ષિત માનવામાં આવ્યા કારણ કે તેમાં આર્ટિફિશિયલ રંગોનો ઉપયોગ કરાયો છે જે કેન્સર પેદા કરી શકે છે.

ખરાબ

પાણીપુરીમાં બ્રિલિયન્ટ બ્લુ, સનસેટ યલ્લો, ટાટ્રાઝિન જેવા કેમિકલ મળી આવ્યા છે જેનાથી હેલ્થ પ્રોબ્લમ થઈ શકે છે.

અલગ અલગ બનાવટ

પાણી પુરીને દરેક અલગ અલગ રીતે બનાવે છે. આવામાં તમે સરળતાથી કેમિકલ રંગ કે પછી ભેળસેળની જાણકારી મેળવી શકો છો.

કલર

જો પાણીમાં આંબલી હશે તો તે હળવા બ્રાઉ રંગનું હશે. જ્યારે કોથમીરનું પાણી હશે તો પાણી ગાઢ લીલા રંગનું હશે.

હળવો રંગ

જો પાણીનો રંગ હળવો હશે તો તેમાં એસિડ ભેળવેલું હોઈ શકે છે.

સ્વાદ

પાણીપુરી ખાધા બાદ કડવું લાગે કે પછી પેટમાં બળતરા થાય તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

Disclaimer

અહીં અપાયેલી માહિતી રિપોર્ટ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.