Belly Fat: આ ચાર ડ્રિંક્સથી લટકતું પેટ જતું રહેશે અંદર, મીણની જેમ ઓગળી જશે ચરબી

વજન

વધેલું વજન ન માત્ર બીમારીનું કારણ બને છે, પરંતુ પર્સનાલિટીને પણ પ્રભાવિત કરે છે.

લાઇફસ્ટાઇલ

પરંતુ જો તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડું ધ્યાન આપો તો ઘણી વસ્તુ વજન ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે.

આજે અમે તમને ત્રણ એવા ડ્રિંક્સ વિશે જણાવી રહ્યાં છીએ જેનું સેવન કરવાથી તમે લટકતા પેટથી છુટકારો મેળવી શકો છો.

હેલ્થ એક્સપર્ટ

આવો હેલ્થ એક્સપર્ટથી જાણીએ લટકતા પેટને કઈ રીતે ઘટાડી શકાય છે.

મેથીની ચા

મેથીના બીજ વિટામિન અને ખનિજો સહિત ઘણા પોષક તત્વોનો ભંડાર છે, જે પાચન સુધાર અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

તજની ચા

તજની ચા વજન ઘટાડવા માટે બેસ્ટ છે. આ ચા પાતળા કરવામાં મદદ કરે છે. કારણ કે તજમાં ભૂખ દબાવનાર હોર્મોન હોય છે, જે પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે.

લીંબુ ડ્રિંક્સ

લીંબુ પાણીના સેવનથી પાચન ક્રિયા મજબૂત થાય છે. તેમાં રહેલા વિટામિન્સ અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફુદીના ડ્રિંક્સ

ફુદીનો પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ફુદીનામાં આયરન, વિટામિન્સ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને મેગ્નીશિયમ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સીનિયર ડાયટીશિયન તન્નૂ આહૂજા સાથે વાતચીત પર આધારિત છે.