Health Tips: ચણા બાફતી વખતે તેમાં ઉમેરી દો આ વસ્તુઓ, ખાધા પછી નહીં થાય ગેસ

છોલે

છોલે ખાવા બધાને પસંદ હોય છે પરંતુ ઘણી વખત છોલે ખાધા પછી પેટમાં ગેસ, કબજિયાત, પેટ ફૂલવા જેવી સમસ્યા થઈ જાય છે.

પેટમાં દુખાવો

ચણા ખાધા પછી ઘણા લોકોને પેટમાં દુખાવો પણ રહેતો હોય છે. જેનું મુખ્ય કારણ ગેસ હોય છે.

ગેસ

જો તમે ચણા બાફતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દો તો ચણા ખાધા પછી ગેસ ક્યારેય નહીં થાય.

તમાલપત્ર

ચણા બાફો ત્યારે તેમાં તમાલપત્ર ઉમેરી દેવા જોઈએ.

તજ

ચણામાં તજના ટુકડા ઉમેરીને બાફવાથી પણ ગેસ થતો નથી.

હિંગ

ચણામાં ચપટી હિંગ ઉમેરીને તેને બાફશો તો કબજિયાતની તકલીફ નહીં થાય.

લીંબુનો રસ

જો ચણા ખાધા પછી તેનું પાચન થતું ન હોય તો બાફતી વખતે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી દેવો.

પાણીમાં પલાળો

ચણા બાફો તે પહેલા આઠથી દસ કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખવા જોઈએ.