આગાહીકાર અંબાલાલ પટેલની ભયાનક મોટી આગાહી

આજથી બે દિવસ ઉત્તર અરબસાગરમાં બનતું સાયકક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયકલોનિક સર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો પ્રેસરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા

પૂર્વીય ગુજરાતમાં વરસાદની શક્યતા, પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે

હિંમતનગર અને સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં વરસાદી ઝાપટા પડી શકે

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે

5 થી 12 જુલાઈમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે

12 થી 14 જુલાઈમાં પશ્ચિમ ઘાટથી આવતો પવન પણ રાજ્યમાં વરસાદ લાવશે