દોડો..દોડો.. 8,332 રૂપિયા સસ્તી થઇ ચાંદી, મોકો ચૂકતા નહી

ગત બે અઠવાડિયામાં ચાંદીની કિંમતમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 29 મેના રોજ ચાંદીના ભાવ લાઇફ ટાઇમ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ સિલ્વરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર મંગળવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં 1,861 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ખાસ વાત એ છે કે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ 88,161 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જો કે આજે ચાંદી રૂ.89,100 પર ખુલી હતી.

સોમવારે જ્યારે બજારો એક દિવસ પહેલા બંધ હતા ત્યારે ચાંદીની કિંમત 90,022 રૂપિયા પ્રતિ કિલો હતી.

29 મેના રોજ ચાંદીની કિંમત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 96,493 રૂપિયા પ્રતિ કિલોગ્રામની લાઇફટાઇમ હાઇની સપાટીએ પહોંચી ગઈ હતી.

ત્યારબાદ આજે ચાંદી 88,161 રૂપિયા પ્રતિ કિલોના નીચલા સ્તર પર આવી ગઈ છે.

29 મેના રોજ ચાંદીનો ભાવ 96,493 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. ત્યારે ચાલુ વર્ષે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 20,244નો વધારો જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે લગભગ 5 મહિનામાં ચાંદીએ રોકાણકારોને 26.50 ટકા વળતર આપ્યું હતું.

જો વર્તમાન ભાવ સાથે સરખામણી કરવામાં આવે તો ચાંદીના ભાવે ચાલુ વર્ષમાં લગભગ 16 ટકા વળતર આપ્યું છે. મતલબ કે ચાંદીની કિંમતમાં 11,912 રૂપિયાનો વધારો થયો છે.

વર્તમાન વર્ષમાં ડૉલર ઇન્ડેક્સમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ચીને લગભગ 18 મહિના પછી ગોલ્ડ રિઝર્વ વધારવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ચીન હવે અગ્રેસિવલી રીતે સોનું ખરીદશે નહીં. જેના કારણે માંગની અસર જોવા મળશે અને ભાવ ઘટશે. છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેની અસર ચાંદીના ભાવમા