Home> Technology
Advertisement
Prev
Next

108MP કેમેરા સાથે Xiaomi 12 Lite થયો લોન્ચ, કલર-પર્ફોર્મેન્સ-ડિઝાઈનમાં છે ટોપ

મોબાઈલ કંપનીઓમાં સ્પર્ધા ખુબ વધી ચુકી છે. તેવામાં દરેક દિગ્ગજ કંપનીઓ ન સાંભળ્યા હોય તેવા ફીચર્સથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. તેવામાં શાઓમી કંપનીએ પોતાનો લેટેસ્ટ 12 Lite લોન્ચ કર્યો છે. આ ફોનની ડિઝાઈન અને કલર જોઈને ભલભલા તેના દિવાના બની જશે. આ ફોનમાં એવું શું છે ખાસ આવો જાણીએ.

108MP કેમેરા સાથે Xiaomi 12 Lite થયો લોન્ચ, કલર-પર્ફોર્મેન્સ-ડિઝાઈનમાં છે ટોપ

મોબાઈલ કંપનીઓમાં સ્પર્ધા ખુબ વધી ચુકી છે. તેવામાં દરેક દિગ્ગજ કંપનીઓ ન સાંભળ્યા હોય તેવા ફીચર્સથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. તેવામાં શાઓમી કંપનીએ પોતાનો લેટેસ્ટ 12 Lite લોન્ચ કર્યો છે. આ ફોનની ડિઝાઈન અને કલર જોઈને ભલભલા તેના દિવાના બની જશે. આ ફોનમાં એવું શું છે ખાસ આવો જાણીએ.

Xiaomiએ પોતાનો MI 12 Lite લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરા 108-મેગાપિક્સલનો છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 778G સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. Xiaomi 12 Lite 4 કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 4300mAh હાઈ કેપેસિટી બેટરી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

જો કુછ કુછ હોતા ફિલ્મની રિમેક બને, તો કોણ હોઈ શકે સ્ટારકાસ્ટ

Xiaomi 12 Liteના સ્પેસિફિકેશન્સ-
Xiaomi 12 Liteમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 આધારિત MIUI 13 પર કામ કરે છે. તેમાં 6.55-ઈંચની FHD+ AMOLED સ્ક્રિન આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં HDR10+ અને ડોલ્બી વિઝનને સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની રિફ્રેશ રેટ 120Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 240Hz છે. ફોનની પીક બ્રાઈટનેસ 950 nits સુધીની છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

તેનો પ્રાઈમરી કેમેરો 108-મેગાપિક્સલનો છે. તેની સાથે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 2-મેગાપિક્સલનું મેક્રો-સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે તેમાં 32-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે Xiaomi 12 Liteમાં USB Type-C, NFC, Bluetooth v5.2 અને Wi-Fi 6 સપોર્ટ આપવામાં આવ્યો છે. તે શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી એટમોસને પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ છે.

69 વર્ષની ઉંમરમાં ફરી પિતા બનશે રાષ્ટ્રપતિ પુતિન! આ છે બાળકની થનાર માતા

Xiaomi 12 Liteની કિંમત-
Xiaomi 12 Lite 3સ્ટોરેજ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેનો બેઝ વેરિઅન્ટ 6GB રેમ 128GB ઈન્ટરનલ મેમરી સાથે આવે છે. તેની કિંમત $399 (લગભગ 31,600 રૂપિયા) રાખવામાં આવી છે. તેનો બીજા વેરિયન્ટ 8GB RAM 128GB ઈન્ટરનલ મેમરી સાથે આવે છે. તેની કિંમત $449 (લગભગ 35,600 રૂપિયા) રાખવામાં આવી છે. તેનો ટોપ વેરિઅન્ટ 8GB રેમ 256GB સ્ટોરેજ સાથે આવે છે. તેની કિંમત $499 (લગભગ 39,600 રૂપિયા) રાખવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More