Home> Technology
Advertisement
Prev
Next

સૌથી પહેલો text-message એટલે કે, SMS કયારે કરાયો? આ મેસેજની હરાજી પર કેમ છે દુનિયાની નજર!

દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ(SMS) વર્ષ 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ વોડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે Merry Christmas લખ્યું હતું. હવે આ દુર્લભ અને પ્રથમ SMSની હરાજી થવા જઈ રહી છે. હરાજી બાદ આ મેસેજની કિંમત આશરે 1 કરોડ 71 લાખ થઈ શકે.

સૌથી પહેલો text-message એટલે કે, SMS કયારે કરાયો? આ મેસેજની હરાજી પર કેમ છે દુનિયાની નજર!

નવી દિલ્હીઃ દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ(SMS) વર્ષ 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ વોડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે Merry Christmas લખ્યું હતું. હવે આ દુર્લભ અને પ્રથમ SMSની હરાજી થવા જઈ રહી છે. હરાજી બાદ આ મેસેજની કિંમત આશરે 1 કરોડ 71 લાખ થઈ શકે.

 

 

ડેલી મેલમાં છપાયેલા સમાચાર અનુસાર, વિશ્વનો પ્રથમ SMS બ્રિટિશ પ્રોગ્રામર નીલ પેપવર્થ(Neil Papworth) દ્વારા 29 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ મોકલવામાં આવ્યો હતો. હવે મોબાઈલ કંપની વોડાફોને આ SMSની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. આ SMSની ડિજિટલ કોપી પેરિસ ઓક્શન હાઉસ એગ્યુટ્સમાં હરાજી કરવામાં આવશે. આ હરાજી 21 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે.

નીલ પેપવર્થ ડેવલપર અને ટેસ્ટ એન્જીનિયર તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે કોમ્પ્યુટરમાંથી આ SMS તેના બીજા સાથીદાર રિચાર્ડ જાર્વિસને મોકલ્યો હતો. ત્યારે રિચર્ડ જાર્વિસ કંપનીના ડાયરેક્ટર હતા. આ SMS તેમને Orbitel 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો. નીલ પેપવર્થે વર્ષ 2017માં વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે 1992માં SMS મોકલવામાં આવ્યો હતો, ત્યારે તે આટલું લોકપ્રિય થશે તેની કલ્પના પણ કરી નહોતી. પછી તેણે તેના બાળકોને પણ કહ્યું કે તેણે વિશ્વનો પ્રથમ સંદેશ મોકલ્યો છે.

હરાજીના પૈસા ક્યાં જશે-
વોડાફોને તેના નિવેદનમાં જણાવ્યું છે કે હરાજીમાંથી જે પણ રકમ મળશે તે UNHCR - UN રેફ્યુજી એજન્સીને આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 1992માં જ્યારે પહેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 1995 સુધીમાં, દર મહિને સરેરાશ માત્ર 0.4 ટકા લોકો મેસેજ મોકલતા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More