Home> Technology
Advertisement
Prev
Next

Auto Delete થઇ જશે Whatsapp પર આવેલા મેસેજ, જાણો આ આગામી ફીચર વિશે

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારો અનુસાર WhatsApp નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર બાદ યૂઝર દ્વારા મોકલેલા મેસેજ થોડા સમય બાદ આપમેળે ડીલીટ થઇ જશે.

Auto Delete થઇ જશે Whatsapp પર આવેલા મેસેજ, જાણો આ આગામી ફીચર વિશે

નવી દિલ્હી: લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારો અનુસાર WhatsApp નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર બાદ યૂઝર દ્વારા મોકલેલા મેસેજ થોડા સમય બાદ આપમેળે ડીલીટ થઇ જશે. ફેસબુકના સામિત્વવાળી મેસેજિંગ કંપની વોટ્સઅપ હાલ આ નવા ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર વોટ્સઅપનું આ નવું ફીચર બીટ વર્જન યૂઝર્સને V2.19.275 વર્જનમાં સ્પોટ કરવામાં આવ્યું છે. 

લેસ્ટ વર્જન 2.20.197.4 માં યૂઝર્સ Settings માં Expiring messages ને ઇનેલ્બલ કરી શકે છે. ફીચર દ્વારા યૂઝર્સ સાત દિવસ બાદ ચેટમાં ઓટો-ડિલીટ મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકે છે. 

આ ફીચર આવ્યા બાદ Whatsapp ના મેસેજ યૂઝર દ્વારા નિર્ધારિત સમય બાદ ચેટમાંથી ડિલીટ થઇ જશે. તેના માટે મેસેજ સેન્ટ કરનાર યૂઝર જે ચેટને Disappeared માર્ક કરશે. હાલ આ ફીચર ગ્રુપ ચેટ માટે સ્પોટ કરવામાં આવ્યું છે. તેના માટે યૂઝર્સને ગ્રુપ ઇંફોમાં જઇને Disappeared ને ઓન કરી ટાઇમર ઓન કરવું પડશે. ત્યારબાદ યૂઝર દ્વારા ગ્રુપમાં મોકલેલ મેસેજ નક્કી સમય બાદ આપમેળે ડિલીટ થઇ જશે. હાલ આ ફીચર પબ્લિક બીટા વર્જન માટે ઉપલબ્ધ નથી.  

જૂના બીટા વર્જનમાં જાણવા મળ્યું હતું કે વોટ્સઅપની એક્સપારિંગ મેસેજ ફીચર ઇંડિવિજ્યુઅલ ચેટ્સ સાથે-સાથે ગ્રુપ ચેટ્સ માટે પણ ઉપલબ્ધ હશે. આ ફીચરનો હેતુ સ્નૈપચેટ જેવા એપ્સ પર ઉપલબ્ધ સેલ્ફ-ડિસ્ટ્ર્કિંગ મેસેજથી થોડું અલગ છે. 

રિપોર્ટના અનુસાર વોટ્સએપનો હેતુ જૂની ચેટ્સને ઓટો-ડિલીટ કરી ચેટ્સ અને ઓવરઓલ એપને હળવી બનાવવાનો છે. નવા વર્જનમાં ચેટ ડિલીટ કરવા માટે 7 દિવસની ટાઇમ લિમિટ આપી છે. તો બીજી તરફ ઓટો ડિલીટ મેસેજ દ્વારા 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિના અને 1 વર્ષનો ઓપ્શન યૂઝર્સને આપી શકે છે. 

WhatsApp ના Disappearing મેસેજ ફીચર થોડું ઘણું ડિલીટ ફોર ઓલ ફીચરની માફક છે. ડિલીટ ફોર ઓલ ફીચરમાં યૂઝ ચેટને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. પરંતુ આ ઓપ્શન થોડા સમય સુધી જ હોય છે. પરંતુ હવે યૂઝર ટાઇમર લગાવીને ફોરવર્ડ કરેલા મેસેજને ડિલીટ કરી શકે છે.  

WhatsApp એ આ પહેલાં એંડ્રોડ બીટા યૂઝર્સ માટે નવા અપડેટ જાહેર કર્યા હતા. આ અપડેટ બાદ યૂઝર્સ પોતાના વોટ્સઅપ સ્ટેટને કોન્ટેક્ટથી હાઇડ કરી શકશે. આ અપડેટ વર્જન 2.19.260 બીટા દ્વારા જાહેર કર્યું છે. આ ફીચરને વોટ્સઅપએ હાઇડ મ્યૂટેડ સ્ટેટસ (WhatsApp Hide Muted Status) અપડેટ નામ આપ્યું છે. 

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More