Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp: વર્ષ 2022માં આવી શકે છે આ અદ્ભુત ફીચર્સ, આજે જ જાણો તેના વિશે...

WhatsApp આવનાર સમયમાં પણ તેમાં ઘણા ફીચર્સને એડ કરવાનું છે. આ ફીચર્સની મદદથી તમારી ચેટિંગ એક્સપીરિયન્સ એપ પર ખુબ જ શાનદાર બની રહેવાનું છે. અહીં તમને એવા જ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વર્ષ 2022માં આપણને જોવા મળી શકે છે.

WhatsApp: વર્ષ 2022માં આવી શકે છે આ અદ્ભુત ફીચર્સ, આજે જ જાણો તેના વિશે...

WhatsApp ટૂંક સમયમાં પોતાના એન્ડ્રોઈંડ અને iOS પ્લેટફોર્મ્સ પર ઘણા નવા ફીચર્સ ઉમેરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફીચર્સને WABetaInfo એ સ્પોટ કર્યા છે, જે વોટ્સએપના અપકમિંગ ફીચર્સને ટ્રેક કરે છે. WhatsApp લોન્ચ થયા પછી ઘણી લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે. આ એપ હજુ પણ એટલી જ લોકપ્રિય બનેલી છે. તેના અનેક કારણો છે, જેમાં તે સતત નવા નવા ફીચર્સ યૂઝર્સને એક્સપીરિયન્સ માટે જાહેર કરતું રહે છે.

WhatsApp આવનાર સમયમાં પણ તેમાં ઘણા ફીચર્સને એડ કરવાનું છે. આ ફીચર્સની મદદથી તમારી ચેટિંગ એક્સપીરિયન્સ એપ પર ખુબ જ શાનદાર બની રહેવાનું છે. અહીં તમને એવા જ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વર્ષ 2022માં આપણને જોવા મળી શકે છે.

Communities
વોટ્સએપમાં જલ્દી Communities ફીચર્સ આવી શકે છે. તેને લઈને WABetaInfo એ રિપોર્ટ જાહેર કર્યો છે. આ ફીચરથી યૂઝરને ગ્રુપની અંદર પણ ગ્રુપ કિએટ કરવાનો ઓપ્શન મળશે. તમામ ગ્રુપ પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થશે.

Message Reactions
આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ મેસેજ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે. આપણને આ એપ્લિકેશનમાં આ સુવિધા ટૂંક સમયમાં જોઈ શકીશું. આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મેસેજ રિએક્શન જેવું જ છે.

સિલેક્ટેડ યૂઝર્સ માટે લાસ્ટ સીન હાઈડ
લાસ્ટ સીન એ વોટ્સએપનું ખૂબ જ લોકપ્રિય ફીચર છે. તેની મદદથી તમે યુઝર્સનો છેલ્લું લાસ્ટ સીન જોઈ શકો છો, જેમ કે તેઓ વોટ્સએપ પ્લેટફોર્મ પર છેલ્લે ક્યારે એક્ટિવ હતા. એક રિપોર્ટ અનુસાર, કંપની આમાં ફેરફાર કરી શકે છે. આમાં સિલેક્ટેડ યુઝર્સ માટે લાસ્ટ સીન હાઈડ કરવાનો ઓપ્શન આપી શકાય છે. અત્યારે તેને બધા માટે વિજિબલ અથવા બધા માટે છુપાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Disappearing મેસેજ માટે વધુ ટાઈમ લિમિટ
Disappearing મેસેજને વોટ્સએપમાં ગત વર્ષે જ લાવવામાં આવ્યું હતું. આ ફીચર સાથે 7 દિવસ પછી મેસેજ ઓટોમેટીક ડિલીટ થઈ જાય છે. Disappearing Mode ની સમય મર્યાદાને લઈને એક અહેવાલ આવ્યો છે કે તેને 90 દિવસ સુધી વધારી શકાય છે.

આ એવા કેટલાક ફીચર્સ હતા જે આપણને ટૂંક સમયમાં જ WhatsApp પર જોઈ શકીશું. આ સુવિધાઓ તમારા ચેટિંગ અનુભવને વધારશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More